
મોરબીમાં રામકથામાં લોકસાહિત્યકાર દેવાયત ખવડનો કાર્યક્રમ રદ્દ કરાયો

મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનાના હુતાત્માઓના સ્મરણાર્થે આયોજિત રામકથામાં દરરોજ સાંજે અલગ અલગ કલાકારોના લોકડાયરા, ભજન સહિતના કાર્યક્રમોના આયોજન થાય છે ત્યારે આજે દેવાયત ખવડનો કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો. જો કે દેવાયત ખવડ દ્વારા તાજેતરના એક કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કરાયેલ ટિપ્પણીને લઈ પાટીદાર સમાજમાં રોષ આ વિરોઘે મોટું રૂપ લઈ લેતા કાર્યક્રમ પણ અણબનાવ ન થાય તેવી શક્યતાને ધ્યાને લઈને છેલ્લી ઘડીએ તેઓનો મોરબી કાર્યકમ રદ્દ કરી નાખવામાં આવ્યો હતો. આજે દેવાયત ખવડને બદલે ધીરુભાઈ સરવૈયાનો હાસ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
[wptube id="1252022"]








