ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સૌથી વધુ પરીણામ નેત્રંગ કેન્દ્રનુ ૮૬.૯૯% નોંધાયું.
ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સૌથી વધુ પરીણામ નેત્રંગ કેન્દ્રનુ ૮૬.૯૯% નોંધાયું
ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના જાહેર કરાયેલા ઓનલાઈન પરિણામ આજરોજ પ્રસિધ્ધ થતા ભરૂચ જિલ્લાનું સામાન્ય પ્રવાહ ધોરણ-૧૨ નું પરિણામ ૭૫.૫૦ ટકા નોધાયું છે. ત્યારે જિલ્લામાં સૌથી વધુ પરીણામ નેત્રંગ કેન્દ્રનું નોંધાયું છે.
નેત્રંગ તાલુકાની શાળાઓ વાઈઝ પરિણામની વિગતો જોઇએ તો
કાકડકુઈ ખાતે આવેલ શ્રી માધવ વિદ્યાપીઠનું પરીણામ ૧૦૦ ટકા,
નેત્રંગ ટાઉનમાં આવેલ શ્રીમતી એમ.અમે. ભક્ત હાઇસ્કુલનું પરીણામ ૮૬.૫૯ ટકા, બિલોથી ખાતે ની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાનું પરિણામ ૮૩.૩૩ ટકા તેમજ થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું પરીણામ ૮૦.૧૬ ટકા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને ભરૂચ જિલ્લા વહિવટિ તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી શુભેચ્છાઓ પાઠવી
છે.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ