AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં 44 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોધાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં ગતરોજ દિવસ દરમ્યાન અસહ્ય ઉકળાટ નોંધાયો હતો.બાદમાં મોડી સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લામાં મંગળવારે દિવસ દરમ્યાન ગરમીનો પારો 44 ડિગ્રી પર પોહચી જતા જનજીવન સહિત પશુઓ અને પ્રાણીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.મંગળવારે ડાંગ જિલ્લાના વઘઇ પંથકમાં 44 ડિગ્રી,આહવા અને સુબિર પંથકમાં 42 ડિગ્રી,સાપુતારા અને શામગહાન પંથકમાં 37 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ હતુ. ડાંગ જિલ્લામાં આકરી ગરમીનાં પગલે બપોરનાં અરસામાં માર્ગો પણ સુમસામ બન્યા હતા.ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીનાં પગલે વહેલી તકે પાણીનાં સ્ત્રોત સુકાઈ જતા ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થઇ છે.આકરી ગરમી અને ઉકળાટમાં જનજીવન સહિત પશુપાલન છાંયડો અને પાણી શોધવા મજબૂર બન્યા છે.ડાંગવાસીઓ ગરમીથી બચવા હાલમાં ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.ડાંગ જિલ્લામાં અસહ્ય ઉકળાટનાં પગલે જનજીવન ઠંડાપીણાનો સહારો મેળવી રાહત અનુભવી રહ્યા છે.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પણ દિવસ દરમ્યાન 37 ડિગ્રી જેટલી અસહ્ય ગરમી નોંધાઈ હતી.જેને પગલે બપોરનાં અરસામાં પ્રવાસીઓ પણ હોટલોની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.ગિરિમથક સાપુતારાનાં જોવાલાયક સ્થળોએ સમી સાંજે જ પ્રવાસીઓ બહાર નીકળી ફરી રહ્યા છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button