BHARUCH

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ નાં (આઈ. સી. એ. આર) ૯૫માં સ્થાપનાં દિવસ અંતર્ગત ભીંડાનાં પાક પર ક્ષેત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ નાં (આઈ. સી. એ. આર) ૯૫માં સ્થાપનાં દિવસ અંતર્ગત ભીંડાનાં પાક પર ક્ષેત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ નવી દિલ્હીના ૯૫માં સ્થાપનાં દિવસનાં ભાગરૂપે ચીકલોટા ગામે ક્ષેત્ર દિવસની ઉજવણી કરી જેમા કેવીકેનાં વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી મહેન્દ્રભાઇ પટેલ દ્વારા (આઈ. સી. એ. આર) સંસ્થાન થકી થતાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે થતાં વિવિધ સંશોધનો , ખેડૂત લક્ષી ઉપયોગી વિવિધ પ્રવૃતિઓ વિષે માહિતી આપી , કેવીકેનાં બાગાયત વિષયનાં વૈજ્ઞાનિક દેવેન્દ્ર જે મોદી દ્વારા ખેડૂતોને આપેલ ઓન ફાર્મ ટ્રાઈલ અંતર્ગત ગુજરાત નવસારી ભીંડા- ૧ અને ગુજરાત આણદ ભીંડા- ૮ જાત ના ટ્રાયલ આપ્યા હતા અને નિદર્શન પ્લોટની મુલાકાત કરી હતી. જેમાં ખેડૂતોના પ્રતિસાદ થકી જાણવા મળ્યું કે પ્રાઇવેટ કંપનીનાં ભીંડાનાં બિયારણોનો ભાવ વધારે હોય છે જેની સામે કૃષિ યુનિવર્સિટીના બિયારણોનો ભાવ ખૂબ ઓછો હોય છે અને ઉત્પાદન પણ સારું મળ્યું છે આના કારણે ખેડૂતોનો ખેતી ખર્ચ પણ ઓછો થાય છે. કેવીકેનાં વિસ્તરણ વિષયનાં વૈજ્ઞાનિક હર્ષદ એમ વસાવા દ્વારા પ્રાકૃતિક ખેતીનુ મહત્વ અને ,દેશી ગાયના ગોબર અને ગૌ મુત્રથી બનતા, બીજામૃત જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી ખેતીમાં ખર્ચ ઘટશે અને જમીનની ગુણવત્તા સુધરશે અને પ્રાકૃતિક ખેતી વિશે વધુ માહીતી માટે કૃષી વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button