BHARUCHNETRANG

નેત્રંગ : આઈસ ગર્લ તરીકે જાણીતી દ્રષ્ટિ વસાવાનું સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પમાં વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરાયું.

નેત્રંગ : આઈસ ગર્લ તરીકે જાણીતી દ્રષ્ટિ વસાવાનું સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પમાં વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરાયું

બ્રિજેશકુમાર પટેલ,

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ

થવા ઉત્તર બુનયાદી શાળા ખાતે ગત ૨૫મી એપ્રીલ થી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પાંચ દિવસીય સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ સમર કેમ્પ માં આઈસ ગર્લ તરીકે જાણીતી અને સંસ્થાનાં નિવૃત્ત શિક્ષક નાનાલાલ વસાવા અને શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના આચાર્યા રંજનબેન વસાવાના દીકરી- આઇસસ્ટોક પ્લેયર દ્રષ્ટિ વસાવા કે જેને તાજેતરમાં જ આઈસ સ્ટોકમાં ખેલો ઇન્ડિયામાં ૨૦૨૩માં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેઓને SPC સમર કેમ્પમાં વ્યક્તિ વિશેષ તરીકે બોલાવી પોલિસ સબ ઇન્સ્પેક્ટર વાગરા એકે.જાડેજા અને પોલિસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.ચોધરી અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું.

[wptube id="1252022"]
Back to top button