NATIONAL

ભારતમાં થશે મિસ વર્લ્ડનું આયોજન

આ વખતે મિસ વર્લ્ડનું આયોજન ભારતમાં થશે અને તેમાં ઉત્તરપ્રદેશ આકર્ષણનું કેન્દ્ર હશે. વારાણસી અને આગ્રામાં ઘણી બધી જગ્યાએ રેમ્પનું આયોજન કરવામાં આવશે. આ સૌંદર્ય સ્પર્ધામાં 140 દેશોના પ્રતિનિધિ સામેલ થશે. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને જાહેરાત કરતા કહ્યું કે નવેમ્બર-ડિસેમ્બર 2023માં થનારી ગ્રાન્ડ ફિનાલેના એક મહિલા પહેલા સ્પર્ધકોને શોર્ટિલિસ્ટ કરવા માટે ઘણા રાઉન્ડ થશે.

130થી વધુ દેશોના સ્પર્ધકો પ્રતિભા, બુદ્ધિમતાનો દેખાવ કરવા માટે દેશમાં એકત્રિત થશે. ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈને પ્રિયંકા ચોપડાથી લઈને યુક્તા મુખીએ વિશ્વ સ્તરની સ્પર્ધા જીતી છે. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન અને સીઈઓ, સુશ્રી જૂલિયા ર્માર્લેએ જણાવ્યું કે 71મી મિસ વર્લ્ડ ફાઈનલના ઘર તરીકે ભારતની જાહેરાત કરતા મને ખુશી થઈ રહી છે. 30 વર્ષ પહેલા મેં ભારતનો પ્રવાસ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button