નમો કિસાન કબ્બડી સ્પર્ધા અંતર્ગત પાલનપુર વિધાનસભા ની સ્પર્ધા સાગરોસણા મુકામે યોજાઈ

5 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ નમો કિસાન કબ્બડી સ્પર્ધા અંતર્ગત પાલનપુર વિધાનસભા ની કબ્બડીની સ્પર્ધા સાગરોસણા મુકામે યોજવામાં આવી જેમાં પાલનપુર શહેર અને પાલનપુર તાલુકાની ટીમોએ ભાગ લીધેલ જેમાં પાલનપુર તાલુકા ની ટીમ વિજેતા થયેલ છે આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર રાષ્ટ્રીય કિસાન મોરચા કારોબારી સભ્ય શ્રી ફલજી ભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચાના પ્રદેશના પ્રભારી શ્રી મુકેશભાઈ ઠાકોર સહ પ્રભારી શ્રી મહેશભાઈ પટેલ જિલ્લા ભાજપના મંત્રી શ્રી અમીશપુરી ગૌસ્વામી કિસાન મોરચાના જિલ્લાના મહામંત્રી જયેશભાઈ દવે સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર ગણેશભાઈ જુડાલ, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી રતિકાકા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી અમૃતજી શીલાતર પાલનપુર શહેર ભાજપના મહામંત્રી શ્રી અતુલભાઇ જોશી, પૂર્વ વિપક્ષના નેતા શ્રી જયેશભાઈ ચૌધરીતાલુકા કિસાન મોરચાના પ્રમુખશ્રી કાનજીભાઈ મહામંત્રી શ્રી મહેશભાઈ ઠાકોર પાલનપુર શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી જીગરભાઈ માળી, ગામના સરપંચ શ્રી માજી સરપંચ શ્રી શાળા સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ