ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની ૩૦૦ જેટલી શાળામાં ફાયર સેફ્ટી NOCની ચકાસણીના આદેશ…

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની ૩૦૦ જેટલી શાળામાં ફાયર સેફ્ટી NOCની ચકાસણીના આદેશ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૯/૦૫/૨૦૨૪
રાજકોટની ગેમ ઝોન અગ્નિકંડ બાદ સરકારના તમામ વિભાગ હરકતમાં આવ્યા અને ફાયર અને સેફ્ટી માટે તપાસના ધમધમાટ શરૂ કર્યો.. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા ને ફાયર સેફ્ટી NOC મેળવી લેવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને શાળા સલામતી માટે નું ચેક લીસ્ટ જારી કરવામાં આવ્યું આવનાર દિવસોમાં ચોમાસામાં દરમિયાન વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ થી વિદ્યાર્થી ઓની સેફ્ટી માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો.
અધિકારીઓ દિન-રમાં શાળાની આકસ્મિક મુલાકાતે જશે, જે સંદર્ભે “ડિઝાસ્ટર મેનેજમેન્ટ” અને “ફાયર સેફટી” અંતર્ગતની તમામ માહિતી લેવામાં આવશે.
વધુમાં ફાયર સેફટીની NOC ની મુદ્દત પૂર્ણ થઈ ગયેલ હોય તેમને સત્વરે રિન્યુઅલની દરખાસ્ત કરવી અને તે અંતર્ગતના તમામ જરૂરી સાધનિક કાગળો શાળા કક્ષાએ ઉપલબ્ધ રાખવા જેથી આવનાર અધિકારી તેની ચકાસણી કરી શકે.
આગામી દિનોમાં વર્ષાઋતુ અને વાવાઝોડા સંદર્ભે આપની શાળાની સલામતી અન્વયે શાળાના જાનમાલને નુકશાન ન થાય તેમજ વિદ્યાર્થીઓની સલામતી જળવાય તે અંતર્ગત આગોતરૂ આયોજન કરી તકેદારીના પગલાં લેવા સૂચના
આપી હતી.