વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વાડ ગામે છોટે મોરારીબાપુની કથામાં રામ રાજ્યની કથાનું વર્ણન કરાયું
વાડ ગામે છોટે મોરારીબાપુ કુંઢેલીવાળાની રામકથામાં બાપુએ જણાવ્યુ કે યુવાનોમાં પાંચ વસ્તુ હોવી જોઈએ,યુવાનોનો વિચાર,વર્તન,આદર,વ્યવહાર અને યુવાનોને ફરવાનું સારું હોવું જોઈએ.રામરાજ્ય પ્રીતની કથા છે અરસ પરસ માનવ માનવ વચ્ચે પ્રીતથી જીવાય એનું નામ રામરાજ્ય.
રામરાજ્ય વનમાં આવ્યું છે આલીશાન ભવનમાં નથી આવ્યું.રામજીએ વનવાસની શરૂઆત શૃંગબેર પુરમાં કરીમાં શબરી નિશાદ રાજ કેવટ એ સમાજથી રામરાજ્ય ની શરૂઆત થઈ છે.રામકથા કુટુંબની કથા છે,ત્યાગની કથા છે.છોડતા શીખીએ તો ગાદી સામેથી આવે છે.વ્યાસ ગાદી સમાનતાની ગાદી છે.કથામાં ભક્તો દરરોજ પ્રસાદ લઈ રહ્યા છે.આ કથામાં દિનેશભાઇ પટેલ તથા આગેવાનો તેમજ ભક્ત જનો લાભ લઇ રહ્યા છે.કથા ને સફળ બનાવા કરશનભાઈ રમેશભાઈ ચંદ્રકાંતભાઈ હર્ષદ ભાઈ અનિલભાઈ કમલેશભાઈ મનોજભાઈ તેમજ મહિલા મંડળ સેવા આપી રહ્યા છે.