SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

દેશનુ પ્રથમ વખતનુ જીવના જોખમે તાપી શુદ્ધીકરણ સાથે સફાઇ અભિયાન

તા.24/09/2023 ના દિને વિશ્વ નદી દિવસ અંતર્ગત સમગ્ર ગુજરાત કે દેશમાં પ્રથમ વખત આટલા જોખમ સહીત નદિના પુલ પર તમામ પ્રોટાકોલ્સ અને નિયમો સાથે મોટા વરાછા ખાતે આવેલ ચીકુવાડી તાપી બ્રિજ ની સફાઈ અભિયાનનુ સુંદર આયોજન થયુ.
આ અભિયાનમાં મોટાવરાછા થી યુનિવર્સલ ફાઉન્ડેશનની ટીમ તેમજ સુરત મહાનગર પાલિકા ની સરથાણા A સહીત અલગ અલગ ઝોન ની ટીમ દ્વારા સફાઈ ઝુંભેશ કરવામાં આવી
જેમા વરાછા ઝોન બી ની ટીમ તથા યુનિવરસલ ફાઉન્ડેશન ની ટીમ તેમજ સરથાણા ના અરોગય વિભાગ ના મોટા વરાછા ટીમ ના એસ.આઈ ડી. બી.ભટ્ટના માર્ગદર્શન હેઠળ એસ.એસ આઈ ડી.એન.સોલંકી તેમજ ધર્મેન્દ્રસિંહ ગોળ, મુકાદમ મિનાક્ષી સોલંકી તેમજ મોટાવરાછા ફાયર ટીમના સબ ફાયર ઓફીસર રાજ અને તેમની સાથે સફાઈ કામદાર ની ટીમ અને વોલંટીયર્સમાં મુળજી પરસાડીયા મોટાવરાછા તથા પાર્થ ધાનાણી દ્વારા લોક જાગૃતી હેતુ ખૂબ ઝોખમી જગ્યા એ ઉભા રહી પોતાના જીવ ને જોખમ માં મુકીને પણ સેફ્ટી ના સાધનો નો પૂર્ણ ઉપયોગ કરી સફાઈ અભિયાન ઝુંબેશ ઉપાડી, આ સાથે સાથે લોકહિત ના કાર્ય કરનાર યુનિવર્સલ ફાઉન્ડેશન ના પ્રકાશકુમાર વેકરીયાએ પણ જીવના જોખમે આ સફાઈ ઝુંબેશ માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી. અને સાથે સાથે તાપી નદિ માં ગંદકી ના થાય તે માટે તેમાં પૂજાપો અને ભગવાન ની જૂની પ્રતિકૃતિ ન ફેંકવા અપીલ કરી હતી, તથા સનાતન ધર્મના તમામ સંપ્રદાયોના મહંતોને પણ હાથ જોડી વંદન સહીત વિશ્વ નદિ દિવસે નિમીત્તે માઁ તાપી સહીત તમામ નદીઓ બચાવવા તથા તેનુ જનન સહીત સ્વચ્છતા માટે અપીલ કરી હતી. અને આ અભિયાન બાદ યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા સૌને આભાર અભિનંદન પાઠવવામાં આવ્યા

આ તાપી શુધ્ધીકરણ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અંધશ્રધ્ધાને નામે કચરો ફેંકતા લોકોને અટકાવવા તથા આવનારા સમયમાં પર્યાવરણ તથા તાપી શુધ્ધીકરણના માધ્યમે લોકો ચોખ્ખુ પાણી મેળવી નિરોગી જીવન પામે.

[wptube id="1252022"]
Back to top button