BHARUCH

નેત્રંગ : પ્રાથમિક શાળા ભાગોરિયા અને એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ નામાંકન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

નેત્રંગ : પ્રાથમિક શાળા ભાગોરિયા અને એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ નામાંકન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૩/૦૭૦/૨૦૨૩

રાજ્યમાં શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામા આવ્યો અને આંગણવાડી, બાલવાટીકા અને ધોરણ 1નાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવામા આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઇ છે. શાળા પ્રવેશોત્સવના પરિણામે આજે 100% બાળકો શાળામા નામાંકન થયા છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ એવા ભાગોરિયાની પ્રાથમિક શાળામા એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા ઉપલબ્ધ સુવિધઓને જેવી કે સ્માટ વર્ગો, સોચાલયમાટે ગર્લ્સ અને બોય્સમાટે અલગ સુવિધ, પાણીની સુવિધા, વિગેરે લિધે આજે બાલવાટિકામા કુલ 21 બાળકો અને અન્ય ગામોમાથી ધોરણ 1 થી 8 મા 11 જેટલા બાળકોએ શાળામા પ્રવેશ મેળવ્યો છે.

એજ હેતુને પ્રાપ્ત કરવામાટે પ્ર્રા.શાળા ભાગોરિયાના આચર્ય કંચનભાઇ વસાવા, શાળા સ્ટાફ તેમજ એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા ગામના કોઇ બાળક શિક્ષણથી વંચિતના રહી જાય અને ગામના દરેક બાળને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ હેતુને સીધ કરવા શાળા પરિવાર દ્વારા એક નોવો અભિગમ કરવામા આવ્યો હતો. જેમા શાળાના શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર મુલાકાત, ગામ રૈલીનુ આયોજન, વાલીઓ માટે વોટ્સ્પ ગ્રુપ વિગેરે માધ્યામ થકી ગામના વાલીઓને જાગ્રુતા થાય એવા સુંદર પ્રય્તનો શાળાના શિક્ષકો જેમકે મુખ્ય શિક્શક પટેલ હિનાબેન, ચૌધરી અનિતાબેન, ગામિત ઉમેદભાઈ અને ચૌધરી હેમલતાબેન દ્વારા કરવામા આવી રહ્યુ છે.

શાળામા વાલી મીટિંગનુ આયોજન કરવા આવ્યુ જેમા ગામના દરેક વાલીઓ, સરપંચ, પંચાયતના સભ્યો અને શાળાના એસ.એમ.સીના સભ્યો એમ કુલ ૧૭૨ જેટેલા લોકો ઉપસ્થિતિ રહી હતી. જેમા મુખ્યતવે ગામના દરેક બાળક ગામની શાળામા નામાંકન થાય અને દરેક બાળક એક સારું શિક્ષણ મળે એ સુનિચિત શાળા દ્વારા કરવામા આવ્યુ. શાળા આચાર્ય કંચનભાઈ વસવા દ્વારા આવકરવામા આવ્યા હતા. તેમજ શાળાની વિસ્તૃત માહિતી આપી હતી. વધુમા નવી શિક્ષણનિતિ બાબતે ચર્ચા કરવામા આવી હતી.

બાળકો, શાળા પરિવાર અને એસ. આર. એફ ફાઉન્ડેશન ના મદદથી ગામમા રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે ગામના દરેક ફળીયામા જઇને શિક્ષણનુ મહત્વ દરેક વાલી સુધી પોહચે અને જે બાળકો પાંચ વર્ષ પુરુ કર્યું એવા બાળકો શાળામા નામાંકન થાય. શિક્ષકો દ્વારા નવા દાખલ થયેલ બાળકોને ફુલ અને તિલક લગાવી સ્વાગત કરવામા આવ્યું હતુ.

[wptube id="1252022"]
Back to top button