BHARUCH

જબુંસર તાલુકા ના દરિયા કાંઠા ના ૧૪ ગામ ઉપર વહીવટીતંત્ર દ્વારા ચાંપતી નજર

સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઈ જબુંસર પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ,મામલતદાર વિનોદ પરમાર સહિત તાલુકા નુ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. જેમાં તાલુકાના દરિયાકાંઠે આવેલા ૧૪ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે . તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.તલાટીઓ ને ગામો ઉપર હાજર રહેવા તાકીદ કરી છે.ગુજરાત પર સંભવિત બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે આજે સવાર થી જ જંબુસર પંથક ના વાતાવરણ મા બદલાવ આવી રહેલ હોય તેમ જણાઈ રહ્યુ છે. આજે સવાર થી વાદળ છાયા માહોલ મા રોજ કરતા પવન નુ જોર વધ્યુ હતુ. અને તોફાની પવન ફુંકાઈ રહયો છે.આજે સવારે ભરતી ના સમયે દરીયા કાંઠા ના ગામો પૈકી ઝામડી ઈસનપુર તથા કાવી કંબોઈ ખાતે અમારા જંબુસર સ્થિત પ્રતિનિધિ એ મુલાકાત લીધી ત્યારે દરીયા કાંઠે તોફાની પવન ફુંકાઈ રહયો હતો.અને દરિયા મા કરંટ જણાઈ રહયો હતો.ઝામડી ઈસનપુર ના માજી સરપંચ રણજીતસિંહ તથા ઈસનપુર રહેતા માછીમાર ભાઈઓ એ અમારા પ્રતિનિધિ ને જણાવ્યુ હતુ કે આજે દસમ ની તિથી હોય દસવેલ હોવાથી સામાન્ય દિવસો મા ભરતી ના સમયે પાણી ઓછુ આવતુ હોય છે.પરંતુ સંભવિત બિપોર જોય વાવાઝોડા ના કારણે વાતાવરણ મા બદલાવ આવ્યો છે.અને તોફાની પવન સાથે ભરતી દરમિયાન કાંઠા ની નજીક દરીયા નુ પાણી આવી ગયુ છે.ઈસનપુર ખાતે રહેતા માછીમાર પરિવારો ને પરિસ્થિતિ વણસે તો ઝામડી ગામે સ્થળાંતર કરવાની તૈયારી સરપંચ ધ્વારા રાખવામા આવી છે. સંભવિત બિપોરજોય વાવાઝોડા ના પગલે જંબુસર ડીવીઝન ના વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ જંબુસર કાવી વેડચ પોલીસ મથક ના દરિયા કાંઠે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા મા આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button