BHARUCHBHARUCH CITY / TALUKO

ધોરણ – ૧૦ પછી પ્રથમ વર્ષ અને ITI પછી બીજા વર્ષ ડિપ્લોમા ઈજનેરી કોલેજના પ્રવેશ વિના મુલ્યે માર્ગદર્શન સેમિનાર

૨૩ મે ૨૦૨૪ ગુરુવાર દિને સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ શ્રી કે જે પોલીટેકનીક, ભોલાવ ભરૂચ ખાતે

ભરૂચ- ગુરુવાર- ભરૂચ જિલ્લા ખાતે શ્રી કે જે પોલીટેકનીક ભોલાવ ભરૂચના કેમ્પસમાં કાર્યરત સરકારી પોલીટેકનીક રાજપીપળા ખાતે તારીખ ૨૩ મે ૨૦૨૪ ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરકારી પોલીટેકનીક, રાજપીપળા તથા ACPDC ના સહયોગથી એડમિશન માટે અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૧૦ પછી પ્રથમ વર્ષ અને ITI પછી બીજા વર્ષ ડિપ્લોમા ઈજનેરી કોલેજમાં એડમિશન પ્રક્રિયા અંગેની માહિતી, તે અંગેના ક્રમિક પગલાં, તથા વિધાર્થીઓ અને વાલીઓના પ્રવેશ
પ્રક્રીયાને વગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (ACPDC) અમદાવાદ દ્વારા તારીખ ૧૫-૦૪-૨૦૨૪ થી એડમિશન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જિલ્લાની જાહેર જનતાને અનુરોધ છે કે ઉપરોક્ત સેમિનારનો વિપુલ પ્રમાણમાં વિધાર્થીઓ અને વાલી લાભ લે તેમ સંસ્થાએ જણાવ્યુ હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button