BHARUCHVALIA

પી.એમ શ્રી.જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર ખાતે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ

સી.બી.એસ.ઇ.માં ધોરણ ૧૦ નું પણ ૧૦૦ ટકા પરિણામ

સી.બી.એસ.ઇ.માં ધોરણ ૧૦ નું પણ ૧૦૦ ટકા પરિણામ : ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓઓને જવાહર નવોદય વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ અભિનંદન
****
ભરૂચ – શનિવાર:- પી. એમ શ્રી. જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર વાલિયા ખાતે સંપૂર્ણ આવાસી વિધાલય છે. તેમા સી.બી.એસ.ઇ. નો અભ્યાસક્રમ ચાલે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન/ સામાન્ય પ્રવાહનું તેમજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર તાજેતરમાં જાહેર થયું હતું. ભરૂચ જિલ્લામાં આવેલી પી. એમ શ્રી. જવાહર નવોદય વિદ્યાલય
રૂપનગર તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૪ પરીક્ષામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા તમામ ૨૩ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા અને વિજ્ઞાન પ્રવાહના નોંધાયેલા તમામ ૩૮ તમામ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.
આમ જવાહર નવોદય વિદ્યાલયના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જેમાં ધોરણ – ૧૨મા સાયન્સ પ્રવાહના ટોપર વિદ્યાર્થીઓ, ૧. ગુપ્તા મુસ્કાન અજ્યભાઇ :- ૪૫૮/૫૦૦, કુલ ૯૧.૬% ,૨. આયુશ કુશવાહ :- ૪૩૮/ ૫૦૦, કુલ ૮૭.૬%, ૩. કુમારી સ્મુરિતિ સિંન્હા :- ૪૨૮/ ૫૦૦, કુલ ૮૫.૬% જ્યારે ધોરણ – ૧૨ આર્ટ્સના ટોપર વિદ્યાર્થીઓ ૧. પરમાર નિશાબેન મુકેશભાઇ :- ૪૨૧ /૫૦૦, કુલ ૮૪.૨%, ૨. લંગદે હરશિતા બલીરામ :- ૪૧૧/ ૫૦૦, કુલ ૮૨.૨%૩. પટેલ શ્રેયાકુમારી :- ૪૦૩/ ૫૦૦, કુલ ૮૦.૬%
વધુમાં,વર્ષ ૨૦૨૪ સીબીએસસી બોર્ડ ધોરણ-૧૦માં નોંધાયેલા તમામ ૭૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ધોરણ – ૧૦ના ટોપર વિદ્યાર્થીઓ ૧. પટેલ જ્યોત યોગેશભાઇ :- ૪૬૭/ ૫૦૦ કુલ ૯૩.૪%૨. આકાંશા પટેલ :- ૪૬૩/૫૦૦ કુલ ૯૨.૬% ૩. આદિત્ય અશોકભાઇ પટેલ :-૪૬૩/ ૫૦૦, કુલ ૯૨.%

આમ ભરૂચ જિલ્લામાં કેંદ્ર આધારિત અને વિદ્યાર્થીઓના ગ્રેડ આધારિત સરેરાશ સારૂ પરિણામ પ્રાપ્ત કર્યુ છે. તે તમામને પી.એમ શ્રી. જવાહર નવોદય વિદ્યાલય દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવે છે. તેમ જિલ્લા પી.એમ. શ્રી. જવાહર નવોદય વિદ્યાલય રૂપનગરની એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button