BHARUCHNETRANG

રામલલ્લાના વધામણા : નેત્રંગ ટાઉનમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈ અનેરો ઉત્સાહ… 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૧/૦૧/૨૦૨૪

 

*રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ, હથેળીમાં મહેંદીથી રામ મંદિર અને ‘ભગવાન શ્રી રામ’ને કંડાર્યા*

 

આજ રોજ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને મહોત્સવને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચારો તરફ રામ મંદિરમાં રામલલ્લાના દર્શન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરમાં ઘરે-ઘરે અક્ષતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એવામાં નેત્રંગ ચાર રસ્તા ખાતે રહેતી તેલી ક્રિષ્ના કુંદનભાઈમાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

ક્રિષ્ના દ્વારા પોતાની બહેનનાં હાથ પર અયોધ્યાનું ભવ્ય રામ મંદિર, સીતા, ભગવાન શ્રી રામ સહિતની કલાકૃતિઓ કંડારવામાં આવી હતી. આ મહેંદી મુકીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

 

[wptube id="1252022"]
Back to top button