સ્વાગત કાર્યક્રમમાં માળીયા મીયાણાના તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ થતા ગ્રામજનો તેમજ લાભાર્થીઓનો હકારાત્મક પ્રતિસાદ

સ્વાગત કાર્યક્રમમાં માળીયા મીયાણાના તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ થતા ગ્રામજનો તેમજ લાભાર્થીઓનો હકારાત્મક પ્રતિસાદ
સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સ્વાગત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાગત સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના માળિયા મીયાણા નગરપાલિકા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ નોડલ અધિકારીશ્રી ડી. સી. પરમાર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં વિવિધ ખાતા ને લગતા ૩૮ પ્રશ્નો રજૂ થયેલ હતા. જે તમામ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો. તમામ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ થતાં સ્વાગત કાર્યક્રમમાં ગ્રામજનો તથા લાભાર્થીઓ દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા સંકલન અધિકારીશ્રીઓ નગરપાલિકા પ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.