પરિક્રમાર્થીઓના આરોગ્યની કાળજી માટે તંત્ર દ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો

કેન્દ્રની પુરવઠા તંત્ર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તથા તલમાપ ખાતાની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનાર લીલી પરીક્રમા-૨૦૨૩ અંતર્ગત દૂધ વિતરણ વ્યવસ્થા, ખોરાકમાં ભેળસેળ વગરની યાત્રિકોને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ-વસ્તુઓ મળી રહે મળી રહે તે માટે હોટલ રેસ્ટોરન્ટ તથા દુકાનોમાં ભેળસેળ ન થાય તેમજ હોટલોમાં કેરોસીન ગેસનો અનઅધિકૃત ઉપયોગ ન થાય તથા યાત્રિકોને નિયત કરાયેલ ભાવ તથા વજન મુજબ ચીજ વસ્તુઓ મળી રહે તે માટે કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસની ટીમોની રચના કરવામાં આવી હતી.
ગિરનાર પરિક્રમામાં આવેલ જુદી-જુદી દુકાનો ખાણીપીણીના સ્ટોલ, દૂધ વિતરણ કેન્દ્રની પુરવઠા તંત્ર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તથા તલમાપ ખાતાની સંયુક્ત ટીમ દ્વારા આજ રોજ ૧૯ દુકાન -દૂધ કેન્દ્રો અને અન્ન ક્ષેત્રની તપાસમાંથી મળી આવેલ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં બાફેલ બટાકા, ખાધ્ય કલરના પેકેટ્સ, ખરાબ થયેલ શાકભાજી તથા દાઝેલા તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.