BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને ઉત્તરાયણ કિટનું કરાયું વિતરણ કરાયું.


બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૨/૦૧/૨૦૨૪
ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉત્તરાયણ કીટ જેમાં પતંગ, ફિરકો તેમજ તલસાંકડીનું વિતરણ કરવામાં આવ્યું. મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનો મહિમા છે,દાન-પુણ્ય કરવા માટેનું મહાપર્વ મકરસંક્રાંતિનો ઉત્સવએ પ્રકૃતિનો ઉત્સવ છે,સમગ્ર ભારતના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરતા હોઈ છે.
ત્યારે આદિવાસી સમાજના બાળકો પણ ઉત્સાહભેર ઉત્તરાયણ ઉજવી શકે માટે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ઝાડેશ્વર સ્થિત ભરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ છાત્રાલય ખાતે રહેતા ચાલીસ જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને ઉત્તરાયણ કીટનું જેમાં પતંગ, ફિરકી તેમજ તલસાંકડી સહિતની વસ્તુઓનું ઉપસ્થિત હોદ્દેદારોના હસ્તે વિતરણ કરવાનું આવ્યું,
[wptube id="1252022"]








