KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના સણસોલી ગામમાં છેલ્લા છ દિવસથી પીવાના પાણી ની સમસ્યાનો સામનો કરતી ગ્રામ્ય વિસ્તારની પ્રજા

તારીખ ૨૬/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સણસોલી ગામે ૬ દિવસ થી ગ્રામપંચાયતની પાણી ની મોટર બળી જતાં ગ્રામપંચાયત દ્વારા ૬ દીવસ વિત્યા પછી પણ મોટર રીપેરીંગ કામ ન કરાવતા ભર ઉનાળે પીવાના પાણી માટે પરેશાન ગામની મહિલાઓ એક બાજુ ગરમી નો પારો આસમાને પહોંચ્યો હોય ત્યારે ભર ઉનાળે પાણી માટે દેહ દઝાડતી ગરમીમાં મહિલાઓનો પારો હાય થતાં ભારે રોષ સાથે આક્રમણ મુંડ માં જોવા મળી હતી ઉપરોક્ત સમસ્યા ની મળતી માહિતી અનુસાર કાલોલ તાલુકાના સણસોલી ગામના ખેડા ફળિયામાં પીવાના પાણી ની મોટર બળી જતાં પીવાના પાણી અને પશુપાલન માટે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને ગામ પંચાયત દ્વારા પીવાના પાણીની મોટર રીપેર કામગીરી કરવામાં આવતી નથી બીજી તરફ ૬ થી ૭ દિવસ થી નર્મદા યોજના અંતર્ગત પાણી પુરવઠા ની મુખ્ય પાણીની પેસર પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા ૩૫૦૦ થી ૪૦૦૦ વસ્તી ધરાવતા સણસોલી ગામના રહીશોને પાણી માટે કફોડી હાલત બની છે અને ૨૦ થી ૨૫ ગામોમાં નર્મદા સંપ યોજનાનો પુરવઠો બંધ થઈ જતાં અસરગ્રસ્ત ગામોના લોકો ભર ઉનાળે જળસંકટનો સામનો કરી રહ્યા છે. મુખ્ય પાઇપ લાઈનમાં ભંગાણ હોવાને કારણે અઠવાડિયાથી આ તમામ ગ્રામ્ય વિસ્તારનો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છેકે હાલમાં ધોમધખતા ઉનાળો ચરમસીમાએ પહોંચ્યો છે અને પાછલા એક અઠવાડિયાથી ૪૨ થી ૪૫ ડીગ્રી તાપમાન નોંધાય રહ્યું છે ત્યારે ગામથી દુર-દુર સુધી મહિલાઓ માથે બેડું મુકીને પાણી ભરવા મજબુર બની છે અને ગામડાઓમાં પશુપાલન માટે પાણીનો જથ્થો ખૂબ જરૂરી હોય છે જે મધ્યે નર્મદા યોજનાનો પાણી પુરવઠો નહીં મળતાં આ વિસ્તારના અનેક ગામોમાં ખેડૂતો અને પશુપાલકો પાણી તંગીને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પીવાના પાણી માટે મહિલાઓ રોડ પર દોડી આવી છે જ્યારે ગામના મહિલાઓએ સરપંચ ને રજુઆત કરે છે ત્યારે સરપંચ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતા નથી તેવુ ગામની મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button