વડોદરા થી છોટાઉદેપુર જતી એસ.ટી બસ ખોટકાઈ જતા મુસાફરો રોષે ભરાયા.
હાથ ઊંચો કરો બસ ઉભી રહેશે, આ સૂત્ર ક્યારે સાર્થક થશે ?

મુસાફરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો જેમાં અટવાઈ ગયેલા અધવચ્ચે સમયસર બસ નહીં આવવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા,સમયસર પહોંચી શકાય ન હતા અને એસ ટી બસ નંબર GJ 18 Z 3371બસમાં ખીચો ખીચ 75 જેટલા આશરે મુસાફરો હતા એક તરફ ગુજરાત સરકાર એસટી નિગમ દ્વારા એસટી ડેપો નો અનગઢ વહીવટના કારણે મુસાફરો પરેશાનીઓ નો ભોગ બનતા હોય છે હાથ ઊંચો કરો બસ ઉભી રહેશે એ માત્ર કહેવા પૂરતું જ સૂત્ર હોવાનું ચર્ચા રહ્યું હતું,વડોદરા થી છોટાઉદેપુર જતી એસટી બસ ખોટકાઈ જતા મુસાફરો અટવાયા મુસાફર ભરેલી એસટી બસ ડભોઇના પલાસવાડા પાસે ખોટકાઈ બસની એક્સેલ એકા એક તૂટી જતા ચાલકે સમય સૂચકતા વાપરી બસ થોભાવી દીધી બસ ની એક્સેલ તૂટી જવાથી આગળ લઈ જઈ શકાય તેમ ન હોવાથી મુસાફરો અટવાયા બસ માં સવાર 75 થી વધારે મુસાફરો રોડ વચ્ચે અટવાઈ પડ્યા છોટાઉદેપુર તરફ જતી એસટી બસ તેમજ ખાનગી વાહનો ની રાહ જોતા મુસાફરો એસ ટી તંત્ર દ્વારા બસની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા મુસાફરો રોષે ભરાયા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી