ANANDANAND CITY / TALUKO

ભાદરણ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૧૭૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

આણંદશુક્રવાર :: આણંદ જિલ્લામાં રોજગાર કચેરી (મોડેલ કરિયર સેન્ટર) આણંદ તથા આર્ટસસાયન્સ અને આર.એ. પટેલ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ભાદરણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો.

આ ભરતી મેળા અંગેની વિગતો આપતાં જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું હતું કેઆ ભરતી મેળામાં ૨૩૫ ઉમેદવારો હાજર રહ્યા હતાજેમના ૯ નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ ઇન્ટરવ્યુ લેવામાં આવતા ૧૭૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ ભરતી મેળામાં હાજર રહેલ જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગાર સેવા સેતુ હેલ્પ લાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શ્રમકૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારો અને નોકરીદાતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવા અને નોકરીદાતાઓને સરળતાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ અનુબંધમ પોર્ટલ ઉપર ઉમેદવારો અને નોકરીદાતાઓને રજિસ્ટ્રેશન કરાવવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી.


[wptube id="1252022"]
Back to top button