RAJKOTUPLETA

રાજકોટ ગ્રામ્ય મા છ ગ્રૂપ ના આંગણવાડી વર્કર બહેનો દ્વારા મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઇ.

૭ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

શ્રી અન્ન(મિલેટ્સ) ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માનનીય વડાપ્રધાન શ્રી હિમાયત ના પગલે વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આ બાબતને ધ્યાને લઈ માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ની સૂચના અન્વયે જુલાઈ ૨૦૨૩ ના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ રાજકોટ (ગ્રામ્ય) ઘટક નાગ સેજાની બેડલા સેજાના વર્કર બહેનો વચ્ચે મિલેટ્સમાંથી બનતી જુદી જુદી વાનગીની સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જે સ્પર્ધામાં સી.ડી.પી.ઓ. પ્રફુલા બેન મકવાણા ,અને નગરપાલિકા ના હોદેદારો અને અધિકારીશ્રીઓ દ્વારા સૌથી સારી વાનગી જેમના દ્વારા બનાવેલ હતી તે વર્કર બહેનોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ અને વર્કર બહેનોને મીલેટ ના ફાયદા સમજાવવામાં આવ્યા અને “શ્રી અન્ન” નું મહત્વ લાભાર્થીઓ સુધી પહોંચે તેવી પહેલ કરવામાં આવી

[wptube id="1252022"]
Back to top button