GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ખાતે વ્હાલસોયા દીકરાનો જન્મ દિવસ બન્યો મરણ દીવસ,બે વર્ષનાં બાળકનું પાણીની ટાંકીમાં પડી જતાં કરુણ મોત

તારીખ ૦૧/૪/૨૦૨૪

 

માતા પિતા સાંજે વ્હાલા દિકરાની બર્થડે ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે જ દુર્ઘટના ઘટતાં માતમ છવાયો કાલોલ તાલુકાના વેજલપુર ખાતે રવિવારે બે વર્ષના બાળકની બર્થડેના દિવસે જ ઘરના આગળના ભાગમાં આવેલ પાણીની ટાંકીમાં પડીને ડુબી જવાથી મોત નિપજ્યું હોવાની કરુણ દુર્ઘટના સર્જાતા અરેરાટી ફેલાઇ છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત કાંકણ ફળિયામાં એક ભાડાના મકાનમાં રહેતા દિલીપભાઈ ભરવાડના બે વર્ષના દીકરા સિદ્ધાર્થ ભરવાડની રવિવારે બર્થડે હોય સાંજે પોતાના દિકરાની બર્થડે ઉજવવા માટે તૈયારીઓ કરવા સાંજે પાંચ વાગ્યાની આસપાસ સિદ્ધાર્થ ઘરમાં રમતો હતો એ સમયે તેના પિતા બજારમાં ગયા હતા અને તેની મમ્મી રસોડામાં જમવાનું બનાવતી એ સમયે ઘરમાં રમતો સિદ્ધાર્થ બાળસહજ રમતો રમતો ઘરના આગળના ભાગમાં આવેલ પાણીની ટાંકીની આસપાસ પહોંચી જતાં અર્ધ ખુલ્લા ઢાંકણા વચ્ચે ગમે તે સમયે સિદ્ધાર્થ અંદર પડી ગયો હતો. જે ઘટનાથી અજાણ તેના માતા પિતાએ સિદ્ધાર્થને ઘરમાં નહીં જોતાં આજુબાજુ તપાસ કરી હતી પરંતુ ક્યાંય જોવા મળતાં અંતે જ્યારે ઘરના આગળના રૂમમાં આવેલી પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લુ જોતાં અંદર પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલ લઈ જતાં કોઈ સારવાર મળે તે પહેલાં જીવ ગુમાવી દેતાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આમ, બે વર્ષના દિકરાના જન્મદિવસના દિવસે જ બનેલી એક અકળ દુર્ધટનાએ પોતાનો વ્હાલસોયો પુત્ર ગુમાવતા માતાપિતા અને તેમના પરીવારજનોમાં ભારે શોક છવાયો હતો. જે સમગ્ર ઘટના અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button