BHARUCHGUJARATJHAGADIYA

નર્મદે હર….ના નાદ સાથે ઝઘડીયા ભાલોદ ગામે રેવાને કાંઠે નર્મદા જયંતિની ઉજવણી ૫૦ થી વધુ નાવડીઓ પુલ બનાવી ૩૫૦ મીટરની ચૂંદડી નર્મદાને અર્પણ કરાઈ

નર્મદે હર….ના નાદ સાથે ઝઘડીયા ભાલોદ ગામે રેવાને કાંઠે નર્મદા જયંતિની ઉજવણી ૫૦ થી વધુ નાવડીઓ પુલ બનાવી ૩૫૦ મીટરની ચૂંદડી નર્મદાને અર્પણ કરાઈ

નદી ના મઘ્યભાગ માં મગરો ની અવર જવર વચ્ચે ભાલોદ ગામે નર્મદા પ્રાગટ્ય મોહત્સવની ઊજવણી

રાજ્યની જીવાદોરી માતા નર્મદાની આજે જન્મ જયંતિ છે.કિનારે વસતી સમગ્ર સંસ્કૃતિને મા નર્મદા નવજીવન આપી જીવાડે છે. ખળખળ વહેતી પૂણ્ય સલીલા મા નર્મદાની આજે વિવિધ સ્થળો પર પૂજા કરવામાં આવી હતી . ત્યારે નર્મદાના ખોળે વસેલું ઝઘડીયા તાલુકાનુ ભાલોદ ગામે પણ હર્ષોઉલ્લાસ સાથે માતાજીના પૂજા-વિધિ અને આરાધના કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના કિનારે તેમજ નર્મદા કિનારે વસેલા ભાલોદ ગામે।આવેલા સમસ્ત ભાલોદ ગામ તેમજ ગાયત્રી દત્ત આશ્રમ દ્વારા દર વર્ષે મહા સુદ સાતમના દિવસે દર વર્ષની જેમ નર્મદા જયંતીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નર્મદાજીના પ્રાગટ્ય મોહોત્સવ નિમિત્તે ભાલોદ ગામે એક દિવસના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતો. ચંન્દવાડ ગાદીપતી પરમ પૂજીય ગુરુજી દાદુ રામજી મહરાજ તેમજ સંત શિરોમણી પૂ. શ્રી યોગેશ્વરાનંદ બ્રહ્મચારી મહારાજ ગુરૂ શ્રી ગોપાલાનંદજી બ્રહ્મચારી મહારાજ સરદચંદ્ર પ્રતાપે મહરાજ ઊપસ્થીત રહ્યા હતા સવારે 9 કાલાકે ગાયત્રી મંદીર ખાતે ઘટ સ્થાપના તેમજ પાથેશ્વર પૂજન સાથે શ્રી યંત્ર પુજા વિધિ કરવામા આવી હતી ભાલોદ ગામે આવેલા મહાકાળી માતાજી ના મંદીરે થી કુંમારી કન્યાઓની કળશયાત્રા તેમજ નર્મદા માતાજીની ની પ્રતિમા ની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગાયત્રી મંદિર ખાતે સવારે ૯ કલાકે હોમાત્ક યક્ષપૂજા રાખવામાં આવી હતી. યજ્ઞ સમાપન બાદ સમૂહ મહા આરતી યોજાય હતી સાંજે નર્મદાનદી કિનારે નર્મદામૈયા પૂજનના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા નર્મદા નદી કીનારે અભિષેક સાથે ભવ્ય આતીશબાજી સાથે દિપ દાનની ધાર્મિક વિધી કરી હતી. નર્મદા નદી ની વચ્ચે નાવડીઓને પૂલ બનાવીને એક કાંઠેથી બીજા કાંઠા સુધી નર્મદા મૈયાને ૩૫૦ મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાગ લીધો હતો . નામામિ દેવી નર્મદેના નાદથી નર્મદા નદીના કાંઠા ગુંજી ઉઠયા હતા.

ઈરફાન ખત્રી

રાજપારડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button