
લાભાર્થીઓનો ટેલીફોનિક સંપર્ક કરી આધારકાર્ડ મંગાવવાની કામગીરીમાં સહકાર આપવા વિનંતી
મહેસાણા ખાતે વિવિધ ગ્રામ્ય કક્ષાએથી માહિતી મેળવવા ગામે ગામ લાઉડ સ્પીકર વાળી રીક્ષા ફેરવી પ્રચાર પ્રસાર કરાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના અંતર્ગત ગંગા સ્વરુપા બહેનો (વિધવા બહેનો)ને સરકાર દ્વારા માસિક રુ. ૧૨૫૦/-ની સહાય ચુકવવામાં આવે છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો હેતુ વિધવાઓનું આર્થિક સ્વાવલંબન છે. આ માટે આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેર વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ છે. વિધવા મહિલા લાભાર્થી છે. આ યોજના હેઠળ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા મહિલાને લાભ મળવાપાત્ર છે યોજના હેઠળ ગંગા સ્વરૂપાને મળતી સહાય માસિક રૂ. ૧૨૫૦ લાભાર્થીના પોસ્ટ ખાતામાં સીધી જમા થાય છે.ફોર્મમાં જણાવેલ પુરાવા અને વિગત સાથેનું ફોર્મ ભરી તાલુકા મામલતદારને રજુ કરવાનું હોય છે. મામલતદારશ્રી દ્વારા ચકાસણી કરી સહાય મંજુર કરવામાં આવે છે.ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજનાનો અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારી :નિયામક મહિલા કલ્યાણ , કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી બ્લોક નં.૨૦, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.જિલ્લા સ્તરે મામલતદારશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીની કચેરી નો સંપર્ક કરવાંનો હોય છે.
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા / પ્રમાણપત્ર: વિધવા બહેનનો ફોટો, રેશન કાર્ડની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, પતિના મૃત્યુનો દાખલો, ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ, લાઈટ બીલ, જન્મ પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનો દાખલો હોવો જરુરી છે . મહેસાણા જિલ્લામાં વી.સી.ઈ. , સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચુંટાયેલ સભ્યો, એ.પી.એમ.સી. સભ્યો અને પ્રમુખ, તેમજ સમાજના આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખને રુબરુ મળી પ્રચાર પ્રસાર કરાવામાં આવી રહ્યો છે. લીડ બેન્કખ મેનેજર અને સુપ્રીન્ટેવન્ડે ન્ટ્સમ ઓફ પોસ્ટ ઓફીસીસને તેમના પોર્ટલ (ફિનેકલ)માં સર્ચ કરી મોબાઈલ નંબરનો ડેટા મેળવી રહેલ છે.ગામે ગામ લાઉડ સ્પીકર વાળી રીક્ષા ફેરવી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તમામ મામલતદાર કચેરી ખાતે કાર્યરત કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પણ તાલુકાના વિવિધ ગ્રામ્ય કક્ષાએથી માહિતી મેળવવા પ્રયત્નશીલ છે એમ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનસ્કીમના મિશન કો ઓર્ડીનેટર ભારતીબેન પટેલ જણાવે છે. મહેસાણા જિલ્લામાં કુલ ૭૦૩૮૭ લાભાર્થીઓ પૈકી કુલ ૪૨૬૦ લાભાર્થીઓના આધારકાર્ડ અને કુલ ૨૫૩૪૧ લાભાર્થીઓના મોબાઈલ નંબર પોર્ટલ પર નોંધાયેલ ન હતા જે ઉપર્યુક્ત કામગીરી દ્વારા કુલ ૬૦૦થી વધારે આધાર મેળવી અપડેટ કરવામાં આવેલ છે અને કુલ ૧૦,૦૦૦થી વધુ મોબાઈલ નંબર મેળવી અપડેટ કરેલ છે. હાલમાં પણ કર્મચારી દ્વારા લાભાર્થીશ્રીઓનો ટેલીફોનિક સંપર્ક કરી આધારકાર્ડ મંગાવવાની કામગીરી પ્રગતિમાં છે જેમાં સહકાર આપવા વિનંતી છે એમ મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મેઘાબેન ગોસ્વામી જણાવે છે.





