હાલોલ: નવીન કોર્ટ કમ્પાઉન્ડ ખાતે બાર એસોસિએશન વકીલ મંડળ સોવેનીયર ડિરેકટરનો વિમોચન કાર્યક્રમ ગુજરાત હાઇકોર્ટ જસ્ટીસના અધ્યક્ષસ્થાને યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૪.૧૨.૨૦૨૩
હાલોલ વકીલ મંડળ દ્વારા તા 3/12/23 ના રોજ સાંજે 4 કલાકે સોવેનિયર ડિરેક્ટરી નું વિમોચન કાર્યક્રમ હાલોલ નવીન કોર્ટ કમ્પાઉન્ડ,પાવાગઢ રોડ,મુકામે યોજાયો હતો.જેમાં નામદાર ગુજરાત હાઈ કોર્ટ જસ્ટિસ એસ.વી.પિન્ટો સાહેબ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.તેમજ પ્રિન્સિપાલ ડીસ્ટ્રિક્ટ જજ શ્રીવાસ્તવ સાહેબ, એડી. ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એચ.બી.ત્રિવેદી સાહેબ તથા એડી. ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ.સી.ગાંધી સાહેબ તથા એડી ચીફ જુડી .મેજિસ્ટ્રેટ વી.વી.મોંઢે સાહેબ,એડી ચીફ જુડી.મેજિસ્ટ્રેટ સી.જે.પટેલ સાહેબ, એડી જુડી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એચ.એચ.વિશનોઈ સાહેબ ના ઓ હાજર રહ્યા હતા તેમજ પંચમહાલ જિલ્લા ના તમામ આદરણીય જજ સાહેબશ્રી ઓ તથા હાલોલ,કાલોલ,ઘોઘંબા,જાંબુઘોડાના તમામ વકીલ તેમજ મોટી સંખ્યામાં બેંકો ,સામાજિક સંસ્થા,કંપની ના અધિકારીઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે બાર કાઉન્સિલ ચેરમેન નલિન પટેલ તેમજ ડીસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર આર.એસ. ઠાકોર સાહેબ તેમજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ સહકારી સંઘનાં ડિરેકટર મયૂરધ્વજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.અને સૌ ની હાજરી માં સોવનીયર ડિરેક્ટરી લોન્ચ કરવામાં આવી હતી.પ્રમુખ એન. એલ.વરિયા તથા ઉપ પ્રમુખ આર.જી. ત્રીવેદી,સેક્રેટરી મનોજ જી. રાણા અને બાર એસસિએશન જેમાં આદિવાસી નૃત્ય ટીમલી થી જસ્ટિસ પિન્ટો સાહેબ તેમજ સૌ જજીસ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. વકીલ મંડળ ના પ્રમુખ,ઉપપ્રમુખ, સેક્રેટરી તથા જોઇન્ટ સેક્રેટરી,ખજાનચી,તેમજ સોવેનીયર કમિટી ના સભ્ય હાજર રહ્યા હતા.જે પુસ્તિકા માં વકીલ ના ફોન નંબર તેમજ હાલોલ,કાલોલ,જાંબુઘોડા,ઘોઘંબા તાલુકામાં જોવાલાયક સ્થળો,ઇતિહાસ,સરકારી કચેરી માહિતી,કાયદાકીય માહિતી સમાવેશ કરાયો હતો.











