વિશ્વ મેલેરિયા દિવસની બનાસકાંઠા જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા ઉજવણી કરાઇઃ મચ્છરજન્ય રોગો અને અટકાયતી પગલાં વિશે માર્ગદર્શન અપાયું

25 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
૨૫ મી એપ્રિલ, વિશ્વ મેલેરિયા દિવસની બનાસકાંઠા જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. જયેશ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. મહેતા અને એપેડેમીક અધિકારીશ્રી ર્ડા. જીગ્નેશ હરિયાણીના નેતૃત્વમાં અર્બન હેલ્થ સેન્ટર-૨ પાલનપુર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મચ્છરજન્ય બિમારીઓની જન જાગૃતિ અંગેનો પ્રચાર-પ્રસાર તથા પોરામાંથી મચ્છરની ઉત્પત્તિ અને રોગચાળા અટકાયતી પગલાં વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ર્ડા.દિનેશ મેતીયા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી આર. જે. મકવાણા તેમજ અર્બન હેલ્થ ઓફિસર શ્રી ડો. દિવ્યાબેન પરમાર અને અર્બન સુપરવાઇઝરશ્રી દિનેશભાઈ શ્રીમાળી દ્વારા ૨૫ એપ્રિલ, વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી માટે ગણેશપુરા આંબાવાડી વોર્ડ નં. ૧૪ અને ગોબરી રોડ પટણી નગરવોર્ડ નં. ૧૨ પાલનપુરના બે વિસ્તારમાં જન જાગૃતિ માટેના પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં પોરા પારદર્શક, ગપ્પી માછલી અને મચ્છર દાનીના ઉપયોગનો ડેમો તથા મેલેરિયા રોગના બેનર્સ, પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. જેથી લોકોને મચ્છરથી થતા રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બિમારીઓના લક્ષણો અને તેમાં આપવાની થતી સારવાર તથા અટકાવવાના ઉપાયો વિશે સમજાવવામાં આવ્યું હતું. વિશ્વ મેલેરિયા દિવસ પ્રસંગે ઉભા કરાયેલા સ્ટોલમાં મચ્છરની ઉત્પતિ થાય તેવા પાત્રો જેવા કે, પક્ષીઓ માટે પાણીના કુંડા, ટાયર, કુલર, ફ્રીજની પાછળ પ્લાસ્ટીકના બોક્ષમાં અને નાની મોટી ભંગારમાં વરસાદ પાણી ભરાઈ રહે તેવી વસ્તુઓની ગોઠવણી કરી મચ્છરનો જન્મ, બિમારીઓ અને અટકાયતી પગલાં વિશે જાણકારી અપાઇ હતી. તેમજ મેડીકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં લોકોને ડાયાબિટીસની તપાસ, તાવના દર્દીઓના લોહી નમૂના લઇને બી.પી. માપવામાં આવ્યું હતું.