
સરકારશ્રીના આદેશ મુજબ રાધનપુર કોલેજમાં એન.એસ. એસ.દ્વારા “મતદાર જાગૃતિ” શીર્ષક થકી કોલેજના પ્રિન્સિપાલ ડૉ.સી.એમ.ઠક્કરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની બહોળી સંખ્યા વચ્ચે એક સુંદર કાર્યક્રમ આજરોજ તા.૨૭/૦૪/૨૦૨૪ ને શનિવારના રોજ સવારે યોજાયો હતો.પ્રાર્થના ગીત બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ.સી. એમ. ઠક્કરે પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને મતાધિકાર માટે પ્રેરિત કર્યા હતા.પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું કેમ કે આવા વિદ્યાર્થીઓ પ્રથમ વખત મતદાન કરવા થનગની રહ્યા છે.કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ.સુરેશ ઓઝાએ જ્યારે આભાર વિધિ પ્રા.ડૉ.તુષાર વ્યાસે કરી હતી.પ્રા.ડૉ.ચિરાગ રાવલ સહિત મોટાભાગના અધ્યાપકોને આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ડૉ.સુરેશ ઓઝા દ્વારા મતાધિકાર માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



