GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શેઠ ફળીયા વિસ્તારમાં પોલીસે છાપો મારી જૂગાર રમતા છ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડયા.

તારીખ ૦૩/૦૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલકા સહિત શહેર માં શ્રાવણીયા જુગારની મૌસમ ફૂલ બહારમાં ખીલી રહી છે તે મઘ્યેજ હરકતમાં આવેલ સ્થાનિક પોલીસે કાલોલ ટાઉન વિસ્તારના શેઠ ફળીયામાં છાપો મારી છ જુગારીઓને રોકડ રકમ સાથે રંગે હાથ પકડી પાડી જુગારધારાની કલમો સાથે કાયદેસરની કામગીરી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ શહેર સહિત તાલુકામાં પંથકમાં વધી રહેલી દારૂ જુગારની બદીને સખત રીતે ડામી દેવાના કામો સારુ કાલોલ પોલીસ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે શનિવારે રાત્રી ના સુમારે કાલોલ શહેરના શેઠ ફળીયામાં શેરીમાં કેટલાક ઈસમો અંધારામાં લાઈટ બલ્બના અજવાળે ગંજીફો ચિપી રોકડ રકમ દાવ પર લગાવી હારજીતનો જુગાર રમી રહ્યાં હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમીના સ્થળે છાપો મારતાં જુગાર રમતા છ જુગારીઓને રંગે હાથે ઝડપી પાડયા છે.પોલીસે પકડેલા ૬ જુગારીઓ પાસેથી અંગ ઝડતી માં રૂ.૬,૦૫૦ તથા દાવ પર લાગેલ રોકડ રકમ રૂ ૬,૯૦૦ અને અંગ ઝડતી માંથી મળી આવેલા મોબાઈલ નં.પાંચ જેની કિંમત ૪૭,૫૦૦ તથા બે જુની એકટીવા જેની કિંમત આશરે ૫૦,૦૦૦કુલ મળી રૂ ૧,૧૦,૪૫૦/ સાથે એક પાનાની કેટ ના મુદ્દામાલ સાથે તમામ જુગારીઓ રાજેશકુમાર નારણદાસ કકવાણી,ધર્મેશભાઈ ઉર્ફે લલ્લુ મોચી કનુભાઈ ચૌહાણ, હર્ષિલ નિલેશકુમાર શેઠ,જય દિપકભાઈ પરીખ,સમીરકુમાર મધુવનદાસ શેઠ,વિપુલભાઈ મનુભાઈ વાળા સામે જુગારધારાની કલમ ૧૨ મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button