BANASKANTHAPALANPUR

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બે શિક્ષકોને નવી દિલ્લી ખાતે કબીર કોહિનૂર એવોર્ડથી સન્માનિત કરાયા

6 ફેબ્રુઆરી ,વાત્સલ્યમ્ દૈનિક સમાચાર ,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, જનપથ રોડ, નવી દિલ્હી ખાતેઅખિલ ભારતીય સદ ગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન, મોટી ખાટુ, (જાયલ) નાગૌર, રાજસ્થાન આશ્રમ દ્વારા સમગ્ર ભારત દેશમાંથી 100 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યા હતા. જે પૈકી ગુજરાત રાજ્યના 8 શિક્ષકોમાંથી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ગામના વતની અને સોજા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી કલ્પેશકુમાર પોપટલાલ પટેલ અને જંત્રાલ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી અમરતભાઈ ગોબરભાઈ રબારી એમ બે શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ કબીર કોહિનૂર સન્માન પત્ર અને ટ્રોફીથી સન્માનિત કરાયા.

[wptube id="1252022"]
Back to top button