BANASKANTHAPALANPUR
આજરોજ સર ભવાનીસિંહ વિદ્યાલય, દાંતા ખાતે પુલવામાં હુમલાના શહીદ જવાનોને વિદ્યાર્થીનીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

14 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજનો દિવસ ભારતના ઇતિહાસમાં બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે. તા. 14 ફેબ્રુઆરી 2019 ના રોજ સીઆરપીએફના જવાનોનો convoy પસાર થઈ રહ્યો હતો ત્યારે RDX થી ભરેલી એક આતંકવાદીઓની વાને CRPF ના જવાનોની બસને ટક્કર મારી સીઆરપીએફની આખી બસને ફૂંકી મારવામાં આવી હતી. જેમાં 44 જેટલા સીઆરપીએફ ના જવાનો શહીદ થયા હતા અને 48 જેટલા જવાનો ઘાયલ થયા હતા. તેમના બલિદાન બદલ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતામાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામ સ્ટાફમિત્રો અને તમામ વિદ્યાર્થીમિત્રોએ બે મિનિટનું મૌન પણ પાડ્યું હતું. અને છેલ્લે વીર જવાનોની શ્રદ્ધાંજલિ અર્પણ કરતું સુંદર ગીત પણ રજુ કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]



