શ્રી રૂણી પ્રાથમિક શાળાના બાળકો એ સ્વ રચિત વાર્તા લેખન માટેના પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.

25 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલી શ્રી રૂણી પ્રાથમિક શાળાનાં બાળકો પોતાના મૌલિક વિચારો, કલ્પનાશક્તિ અને આગવી કોઠાસૂઝથી ઉચ્ચકક્ષાનું વાર્તા સર્જન કરી શકે તે માટે રવિવારનો મજાનો દિવસ પોતાના વિચારોને કાલ્પનિક દુનિયામાં અને સાહિત્ય જગતની દુનિયામાં નવીન સર્જન કરવા માટે ભાષા શિક્ષક શ્રી દિનેશભાઈ ડી ચૌહાણ દ્વારા પાંચ શબ્દો આપીને નવીન વાર્તાનું સર્જન કરવા માટેની એક તક આપવામાં આવેલ. જેમાં બાળકો પોતાના વિચારો દ્વારા પાંચ શબ્દોમાંથી કઈ રીતે વાર્તાનું સર્જન કરી શકાય અને એ વાર્તામાંથી પોતાના વિચારો બીજા સુધી કઈ રીતના પહોંચાડી શકાય એવું એક નવીન કાર્ય કરવા માટે આપવામાં આવેલ હતું. જેમાં બાળકો રવિવારના દિવસે પોતાના અમૂલ્ય સમયનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર વિચારો દ્વારા વાર્તાનું સર્જન કરીને બે દિવસની અંદર વાર્તા લખી દેવામાં આવતી હતી. આ પ્રવૃત્તિ દર રવિવારના દિવસે કરાવવામાં આવતી હતી. બાળકો પોતાના સુંદર વિચારો દ્વારા વાર્તા લખીને શિક્ષકને આપતા હતા. જેથી તેનું સાચું મૂલ્યાંકન કરી શકાય અને તેમને ભૂલ સુધારણા પણ કરી શકાય. આ નવીન કાર્યને ધ્યાનમાં રાખીને વિષય શિક્ષક દ્વારા ખૂબ જ સુંદર આકર્ષક પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું. જેનાથી બાળકોમાં નવીન સર્જન કરવા માટે આનંદ જોવા મળ્યો. આ પ્રમાણપત્ર સી.આર.સી સાહેબ શ્રી મુકેશભાઈના હસ્તે આપવામાં આવ્યું. દિનેશભાઇએ જણાવવામાં આવ્યું કે કોઈપણ નવીન કાર્ય કરવા માટે પોતાના વિચારો જ પોતાની તાકાત બનતા હોય છે.આમાં કુલ 22 જેટલા બાળકોએ પોતાના મૌલિક વિચારો દ્વારા વાર્તાનું સર્જન કર્યું. આ સર્વે બાળકોને આચાર્ય શ્રી દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.