પાલનપુર ખાતે સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ ના સમુહલગ્ન નું સુંદર આયોજન કરવામાં આવ્યું

12 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
તા.11/2/22 ના રોજ પાલનપુર ખાતે સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ ના સમુહલગ્ન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.પ્રમુખ મહેશભાઈ દરજી દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવા આવી . જેમાં 15 દીકરી ઓને સમૂહ લગ્ન મા પ્રભુતા માં પગલાં પાડ્યા હતા. આ કાર્યક્રમ માં દીકરી ઓને ભેટ સોગાદ આપી દીકરી ઓના આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમ મા સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મહેશભાઈ દરજી.પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર પૂર્વ ગ્રૂહમંત્રી હરિભાઈ ચૌધરી નંદાજી ઠાકોર મુકેશભાઈ શ્રી માલી દિનેશભાઈ મનવર મંત્રી રશ્મિતાબેન ચૌહાણ , સંચાલક શ્રી હીનાબેન સથવારા , જય ભાઈ કડિયા ,લોકગાયક સાગર પુરબીયા . સંજય સથવારા ભાર્ગવભાઈ પટેલ , શીલાબેન રાવલ , મિતુલ દરજી .માહિન દરજી તથા રામ ભરોસે ગ્રુપ તથા સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્વયંસેવકો હાજર રહ્યા હતા.



