BANASKANTHAPALANPUR

પાલનપુરના સેવાભાવી તબીબનું સન્માન કરાયું

4 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ સ્પેશ્યલિસ્ટ તરીકે ડો. સુરેન્દ્ર ગુપ્તાએ અનેરી લોક ચાહના મેળવી છે. મોરના ઈંડા ચીતરવા ના પડે તે ઉક્તિ મુજબ તેમનો ડોકટર પુત્ર પણ લોકોની સેવા કરી રહ્યો છે. ત્યારે ડીસા શહેર પ્રગતિ અભિવાદન ગ્રુપ દ્વારા સેવાભાવી તબીબ ડૉ. સુરેન્દ્ર ગુપ્તાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રુપના પ્રમુખ લલિતભાઈ દોશી, રાજુભાઇ ઠક્કર (નોટરી) અને નરેશ શેઠે ઉપસ્થિત રહી તેમની માનવતા અને સેવા ભાવનાને બિરદાવી હતી.

[wptube id="1252022"]
Back to top button