આ કાર્યક્રમ ની ઉજવણી ની શરૂઆત જય ભીમ ના નાદ સાથે ભવ્ય રેલી યોજી ,કરવામાં આવી હતી રેલી નું પ્રસ્થાન આદરણીય શ્રી ભવર મેઘવંશી સાહેબ દ્વારા કરવામાં આવ્યું આમંત્રિત મહાનુભાવો ના વરદ્ હસ્તે નવીન પુસ્તકાલય નું ઉદ્ઘાટન કરી પુસ્તકાલય ને ખુલ્લું મૂકવામાં આવ્યું .કાર્યક્રમ ની શુભ શરૂઆત બાબા સાહેબ ની પ્રતિમા ને દીપ પ્રજ્વલિત કરી અને બુધ્ધ વંદના થકી કરવામાં આવી ,ઉપસ્થિત તમામ મહાનું ભાવો નું પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો થી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નાના બાળકો એ વેશભૂષા કાર્યક્રમ અને એક પાત્ર અભિનય માં ભાગ લીધો હતો, ભાગ લેનાર તમામ બાળકો ને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા બાબાસાહેબના જીવનઅને,કવન વિશે અલગ અલગ વિષય પર પ્રાસંગિક પ્રવચન આપ્યું. વિશેષ માં ઉપસ્થિત સર્વેલોકોએ,પુસ્તકાલય.માટે ઉદાર હાથે દાનની સરવાણી કરી પોતાનું આર્થિક અનુદાન આપ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ભવર મેઘવંશી સાહેબ , શ્રીહિમાંશુ પંડ્યા સાહેબશ્રીહરિકાકા ,શ્રીહિદાયત પરમાર શ્રી સતીશ રાષ્ટ્રપાલ સાહેબ , શ્રી મીલિન્દ વિશ્વાસ, શ્રી હરચંદ ચૌહાણ ઉપસ્થિત રહ્યા સાથે માતેશ્વરી બંગલોઝ ના પ્રમુખ શ્રી આર.કે.ચોહાણ તેમજ મહામંત્રી શ્રી જે.કે.હિરવાણીયા ,સર્વેહોદ્દેદારો ,કારોબારી સભ્યો ,સોસાયટીના સૌ કોઈ રહીશોમાતાઓ,ભાઈઓ,બહેનો અને સમાજ ના બહુજન મિત્રો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને શોભાવ્યો હતો. તમામે સ્વરુચિ સમૂહ ભોજન સાથે લીધું .અંતે આભાર વિધિ મંત્રી શ્રી જે.કે.હિરવાણીયા દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમનું સફળ સભા સંચાલન શ્રી હસમુખ સોલંકી તેમજ આનંદભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.