BANASKANTHAKANKREJ

થરા ખાતે સિદ્ધસિલા સોસાયટી માં સુંદરકાંડ પાઠ એવમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં સિદ્ધસિલા સોસાયટી ખાતે રહેતા હાઈવે સ્થિત બિરાજમાન શ્રી બહુચર માતાજી તથા શ્રી નિલકંઠ મહાદેવના પુજારી ગોસ્વામી સોમભારથી ધ્યાનભારથી ના ધર્મપત્ની સ્વર્ગસ્થ હંસાબેનનું સંવત ૨૦૭૭ ના ચૈત્રસુદ-૫ ને શનિવાર તા.૧૭/૦૪/૨૦૨૧ ના રોજ આકસ્મિક અવસાન થયેલ. સ્વર્ગસ્થની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંવત ૨૦૮૦ ના ફાગણસુદ-૭ ને શનિવાર તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ રાત્રે ૮.૩૦ કલાક થી ૧૧ કલાક સુધી સોમભારથી ગોસ્વામી,પુત્ર મુકેશભારથી,દીનેશભારથી દ્વારા પુત્રી ગાયત્રીબેન મેહુલકુમાર ગોસ્વામી દુધારામપુરાની હાજરી માં સુંદરકાંડ એવમ શ્રધ્ધાંજલી
અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હરિભાઈ સોની, અરવિંદભાઈ ઠક્કર,અંજુબેન બી. ઠક્કર, સરોજનબેન,રિંકુંબેન, પ્રવીણભાઈ ઠકકર,શાંતિલાલ ઠકકર,ગીતાબેન એસ.ઠક્કર, જયશ્રીબેનના મુખારવિંદે તબલા વાદક મહેશભાઈ જોષીના તબલા ના તાલે
સુંદરકાંડના પાઠનું પઠન કરવામા આવેલ ત્યારબાદ સ્વર્ગસ્થ હંસાબેન ગૌસ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર દ્વારા આરતી ઉતારી ત્યારે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાના પૂર્વ આચાર્ય ડૉ.હેમરાજભાઈ પટેલ, શિક્ષક પ્રહલાદભાઈ ઠક્કર,ડૉ. હસમુખભાઈ દરજી,કાંકરેજ પ્રેસરિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ સહિત દીઓદરથી સ્વર્ગસ્થ હંસાબેનના પિયરપક્ષ તેમજ સગા સંબંધીઓ તાણાં-થરા નગરજનો હાજર રહી પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button