પાલનપુર માં આવેલ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનો વિદ્યાર્થી SSC બોર્ડ પરીક્ષામાં 99.97 PR રેન્ક અને 90 પી.આર થી વધુ 108 બાળકોએ સાથે અવ્વલ નંબરે

25 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
પ્રવર્તમાન સમયમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો વિદ્યાર્થીઓ અને વાલીઓને આકાશમાં તારા બતાવી દેવાની ખોટી અને લોભામણી જાહેરાતો કરી ખીસા ખંખેરે છે. આવી વાતોમાં ભરમાઇને વાલીઓ પણ દેખાદેખીમાં ઉતરી પોતાના બાળકને આવી મોંઘીદાટ ફી ભરીને તમાચા મારી ગાલ લાલ રાખે છે. હોંશિયાર વિદ્યાર્થીઓને પોતાના તરફ ખેંચી પ્રલોભનો આપી આ કોમર્શિયલ સ્કુલો લાખો રૂપિયાની ફી ઉઘરાવી પોતાના ખીસા ભરતી હોય છે. જેની માયાજાળમાં અસંખ્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ ફસાઇને આખરે છેતરાયાની લાગણી અનુભવતા હોય છે.જેની સામે પાલનપુર ની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત ગ્રાન્ટેડ સ્કુલ શ્રી કે.કે.ગોઠી સ્વસ્તિક હાઇસ્કૂલ ના એસ.એસ.સી. બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જેમાં 96% સાથે રુદ્ર જોષી,પ્રથમ નંબરે, બીજા નંબર એ જોષી પ્રિયાંશી 93.50%, ત્રીજો નંબર વાઘેલા પ્રિયાન્સે 91.50% સહિત A1 માં 4 બાળકો, A2 માં 44 બાળકો અને 95 PR થી વધુ 38 બાળકો અને 90 પી.આર થી વધુ 108 બાળકોએ અભૂતપૂર્વ પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.તદ્ઉપરાંત, 94.23% શાળાનું પરિણામ છે જયારે બનાસકાંઠા જિલ્લા નું પરિણામ 66.62% તથા સમગ્રબોર્ડ નું 64.62% પરિણામ આવેલ છે. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની આ શાળામાં સારું પરિણામ આવવાનું કારણ અનુભવી શિક્ષકો અને મેનેજમેન્ટ ની સીધી દેખરેખ આજે રંગ લાવી છે. આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલે શાળાના ડાયરેક્ટર મહેન્દ્રભાઇ પંચાલ,શાળાના આચાર્ય મણિભાઇ સુથાર,તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન સાથે પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.



