
તા. ૩૧ માર્ચ
વાત્સલ્ય સમાચાર
ખુલ્લા બોર-કુવાને કારણે થતા અકસ્માતો અને જાનહાની અટકાવવા માટે રાજકોટ જિલ્લા અધિક નિવાસી કલેક્ટરશ્રી કે.બી. ઠક્કરે આદેશો જારી કર્યા છે. જે મુજબ ખેતી કે અન્ય ઉપયોગ માટે કરેલા બોરકુવા ફેઇલ થયા બાદ બંધ કર્યા સિવાય છોડી ન દેતા બોરકુવાને માલીકે તાત્કાલિક પુરાણ કરીને બંધ કરી દેવાના રહેશે. જે બોરકુવા હાલ બિનવપરાશ હોય પણ ભવિષ્યમાં ઉપયોગ કરવાનો હોય તો બોરકુવાને નટ- બોલ્ટ સહિતના બોરકેપ નટ બોલ્ટ લગાવી ફરજિયાતપણે ઢાંકી દેવાના રહેશે.

આ જાહેરનામું રાજકોટ જિલ્લાના રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારની સિવાયના વિસ્તારમાં તા. ૩૦/૦૪/૨૦૨૩ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
[wptube id="1252022"]








