ગાંધીનગર જિલ્લાના સોનારડા ગામે જૈનમુનિ નયશેખર મ.સા સાથે મુલાકાત કરતા સામાજિક કાર્યકર્તા શ્રી પરેશ ગોહેલ

9 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાતના પાટનગર ગાંધીનગર સમીપે આવેલ સોનારડા ગામે માનવતાના મસીહાપ.પૂ.આ.શ્રીરત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મહારાજ સાહેબના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા માટે સામાજિક કાર્યકર્તા શ્રી પરેશ ગોહેલે સોનરડા ગામ ખાતે મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી.મુલાકાત દરમ્યાન પરેશ ગોહેલે પુ.સંતોના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે પૂજ્ય સંતો એ ત્યાગ અને તપસ્ચર્યાની જીવંત પ્રતિમા સમાન હોય છે.સમાજ જીવનના સામાજિક અને સેવાકીય કાર્યો તેમજ સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા સેવાવ્રતી લોકોને પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રેમરત્ન પરિવારના માધ્યમથી સમાજના જરૂરિયાત લોકો સુધી સેવાની ગંગા પહોચાડવા માટે ચર્ચા કરી.પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના આગામી ચાતુર્માસનું રાજસ્થાન ખાતે આયોજન થઈ રહ્યું છે તે આયોજન,વ્યવસ્થા અને સેવાકીય વિષયોથી ચર્ચા કરી પ્રેમરત્ન પરિવાર સાથે જોડાયેલા સૌ કોઈ ચાતુર્માસ દરમિયાન ઉત્સાહ અને ઉમંગથી ધર્મ લાભ લઈ શકે તે માટેના અત્યારથી જ આયોજનો શરૂ કરી દીધા છે.આવનારા સમયમાં ચાતુર્માસ કાર્યક્રમની વિગતવાર માહિતી આપવામાં આવશે.હતી.બાદમાં મહારાજ સાહેબે શ્રી પરેશભાઈ ગોહેલ ને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા.અને રક્ષાપોટલી બાંધી,વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપેલ.શ્રી પરેશભાઈ ગોહેલ તો પૂજય ગુરુ ભગવંતો ના અવાર નવાર દર્શન વંદન કરવા માટે પધારે છે અને કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં પોતાનો કિંમતી સમય કાઢી ને ખાસ ઉપસ્થિત રહે છે.




