
કાંકરેજ તાલુકાના ઘેઘૂરવડના નામે વિખ્યાત તાણા ગામે અતિપુરાણું ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે. આવી તાણાની પાવન ભૂમિમાં ગોસ્વામી પરિવાર દ્વારા નવનિર્મિત શ્રી નાગણેશ્વરી માતાજી તથા શ્રી પાબુદાદાનો ત્રિદિવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૮૦ ના મહાવદ-૧૪ ને શનિવાર તા.૦૯/૦૩/૨૦૨૪ થી ફાગણ સુદ-૧ ને સોમવાર તા.૧૧/૦૩/૨૦૨૪ સુધી શ્રી મેલડી માતાજીના ભુવાજી ચતુરવનજી ગોસ્વામી, શ્રી નાગણેશ્વરી માતાજીના ભુવાજી ગૌરવગીરી,શ્રી સિકોતર માતાજીના ભુવાજી નીકુલગીરી, તાણા પૂર્વસરપંચ એવમ ભાજપ નાં આગેવાન ગીરીશભાઈ પટેલ, ગં.સ્વ.શારદાબેન કેશવગીરી, ગણપતગીરી બુદ્ધગીરી, જસવંતગીરી ભૂરગીરી, કરશનગીરી બુદ્ધગીરી,ઈશ્વરગીરી ભુરગીરી,ભગવાનગીરી હરગોવાનગીરી,વિષ્ણુગીરી બુદ્ધગીરી,અશ્વિનગીરી હરગોવાનગીરી, સ્વ.ચેનગીરી જેઠગીરી પરિવાર,બળદેવભાઈ દેસાઈ,સતિષભાઈ પટેલ,ચંદુજી ઠાકોરની ઉપસ્થિતિમાં ગૌસ્વામી પરિવારના યજમાનપદે યજ્ઞના આચાર્ય બાબુલાલ મગનલાલ શાસ્ત્રી,જીતુભાઈ જોષી પંડિત અધગામવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો.ભવ્ય સંતવાણી સંતો સંતોમહંતોનું સામૈયા,આમંત્રિત મહેમાનોનું સ્વાગત પ્રવચન અને પધારેલ સંતોએ આશીર્વચન આપ્યા હતા.અને તા.૧૧/૦૩/૨૦૨૪ ને સોમવારના રોજ બપોરે ૧૨.૩૯ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભોજન પ્રસાદ ત્યારબાદ સાંજે ૪.૧૫ કલાકે યજ્ઞ પુર્ણાહુતી બાદ આરતી ઉતારવામાં આવેલ ત્યારે સરપંચ દશરથભાઈ ઠક્કર,પૂર્વ સરપંચ ગણપતગીરી ગોસ્વામી, થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર,મુકેશભારથી ગોસ્વામી સહિત તાણા ગામ જનો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા