BANASKANTHAPALANPUR

શ્રી માણિભદ્ વીર વિદ્યામંદિર મગરવાડા વાર્ષિક દિન ની શાનદાર ઉજવણી કરવામાં આવી

26 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વડગામ તાલુકાના ના મગરવાડા તિથૅસ્થાન ખાતે શ્રી સવૅ સાધારણ માનવસેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી માણિભદ્ર વીર વિદ્યામંદિર મગરવાડા ખાતે ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં આયોજિત વાર્ષિકોત્સવ કાયૅક્રમ ના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે વતૅમાન સમયમાં અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિક જ્ઞાન બાળકો માં મળે એ માં સરસ્વતી ની કૃપા કહેવાય. પવિત્ર યાત્રાધામ ની અંદર બાળકો ને માત્ર શિક્ષણ નહીં શિસ્ત, આધ્યાત્મિક, સંસ્કારો નું સિંચન કરવામાં આવે છે. અતિથિ વિશેષ મહંત દયાલપુરીજી એ જણાવ્યું હતું કે ક્રિશ્ચન મિશનરીઓની સ્કૂલો ખૂલતાં આ પંથકના લોકોને ક્રિશ્ચન ધર્મમાં જતાં અટકાવવા મગરવાડા ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબે મગરવાડા ખાતે અંગ્રેજી માધ્યમ શાળા ની સ્થાપના કરી ધમૅ સંસ્કૃતિ બચાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. શાળા સંકુલ ના મુખ્ય દાતા બિપીનભાઈ જોગાણી, જયેશભાઇ જોગાણી સત્યનારાયણ પુરી, રાજેન્દ્રગીરી મહારાજ, મુખ્ય દાતા બિપીનભાઈ જોગાણી, પ્રભુદાસ મોદી (વિ.એચ.પી. ) ડૉ.સુરેન્દ ગુપ્તા, કાંમરાજભાઈ ઉપલાણા (નિવૃત્ત મામલતદાર) ગજાનંદભાઈ જોષી (નિવૃત્ત આચાર્ય),તન્નુ મોટસૅ ના દલસુખભાઈ અગ્રવાલ, સરપંચ રમીલાબેન રાણાએ પ્રાસંગિક વિચારો વ્યક્ત કર્યા હતા.આ માહિતી આપતાં પુષ્કર ગોસ્વામીએ જણાવ્યું હતું.આચાર્યા અમીતાબેન જોષીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.મેનેજર શૈલેષભાઈ શાહ , નિયામક વિરાભાઈ પ્રજાપતિ સહિત શૈક્ષણિક સ્ટાફ ગણે કાર્યક્રમ સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.બાળકોએ જુદી જુદી કૃતિ ઓ રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

[wptube id="1252022"]
Back to top button