સાયન્સ એન્ડ કોમર્સે કોલેજ પાલનપુર દ્વારા પર્યાવરણ સંરક્ષણ જાગૃતતા માટે સાઈકલ રેલી નું આયોજનકરાયું

19 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
બનાસકાંઠા ડીસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ તથા સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા G-20 અને ગ્રીન ઓડિટ કમિટી દ્ધારા તારીખ ૧૯ એપ્રિલ, ૨૦૨૩ બુધવાર ના રોજ પયૉવરણ સંરક્ષણ જાગૃતિ માટેની સાઇકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું. રેલી જી. ડી. મોદી કેમ્પસ થી શરૂ કરી ગુરુનાનક ચોક થી પાછા કોલેજ કેમ્પસ આગળ પૂર્ણ કરવામાં આવી. આ કાર્યક્રમ માં સંસ્થાના આસી. ડાયરેક્ટર શ્રી શ્યામલ સાહેબ, પ્રિન્સીપાલ શ્રી યોગેશ ડબગર , ડૉ. જી ડી આચાર્ય , ડૉ. આર જે પાઠક ડૉ. સુરેશ પ્રજાપતિ, ડૉ. મુકેશ પટેલ, ડૉ. એમ આર સોલંકી , ડૉ. ડી. એન. પટેલ, ડૉ રાધાબેન સહિતના અઘ્યાપકો એ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો. રેલી દરમિયાન ફક્ત કોલેજ ના વિદ્યાર્થીએ જ નહિ પરંતુ પાલનપુર નગર ના રહીશોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રેલીમાં આશરે ૧૦૦ જેટલા સ્પર્ધકો જોડાયાં અને પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ માં સહભાગી બન્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. કે. પી. પટેલ, ડૉ. ધ્રુવ પંડ્યા, ડો. હરેશ ગોંડલિયા, પ્રો. સુનીલ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. આ દિવસે ફ્ક્ત રેલી નું આયોજન જ નહિ પરંતુ કેમ્પસ માં “No Vehicle Day” રાખવાંમાં આવ્યો હતો જેથી પર્યાવરણ સંરક્ષણ માં બધા સહભાગી થઈ શકે. અને પેટ્રોલ ડી ઝલ નો ઉપયોગ ઘટાડવા અંગે લોકો માં અવેરનેસ આવી શકે.



