
અસાલડીમાં સમસ્ત પ્રજાપતિ સમાજ કોતરવાડીયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની અમી દ્રષ્ટિ અને અસીમ કૃપાથી શ્રી સિકોતર માતાજીની રમેલ એવમ શ્રી જોગણી માતાજીનો હવન યોજાયેલ.પ્રથમ દિવસ સંવત ૨૦૮૦ ના વૈશાખ સુંદ-૧૪ ને બુધવાર તા.૨૨/૦૫/૨૦૨૪ ના રોજ પરિવારની બહેનોને તેડાવી સગા સ્નેહીજનોને આમંત્રણ આપી સાંજે કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની આરતી ઉતારી પ્રજાપતિ નારણભાઈ મશરૂભાઈ દ્વારા મહા પ્રસાદ આપવામાં આપેલ.ભોજન પ્રસાદ લઈ રાત્રે ડાકના તાલે ભુવાજી પ્રજાપતિ ગણપતભાઈ કરમશીભાઈની હાજરીમાં રાવળ દેવના મુખે રેગડીઓ દ્વારા રમેલ (જાતર) નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આખી રાત્રે શ્રી બ્રહ્માણી માતાજી ના ભુવાજી લક્ષમણભાઈ પ્રજાપતિ,વિરચંદભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પ્રજાપતિ સહિત અનેક ભુવજીઓએ રમેલની રમઝટ બોલાવેલ દરેક ભુવજીઓ તેમજ મહેમાનોને કંકુ તિલક કરી શાલ ઓઢાડી કોતરવાડિયા પરિવાર દ્વારા સન્માન કર્યું હતું. સવારે શુભ ચોઘડીએ કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી સહિત દરેક દેવી દેવતાઓને સૂર્યદેવની સાક્ષી એ તેલ ફૂલ ચડાવેલ.ત્યારબાદ સવારે ૮.૧૫ કલાકે શાસ્ત્રી સૌનકભાઈ કાનજીભાઈ દવે રોડા હાલ-ખમારની વાડી પાટણના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પ્રજાપતિ પરસોત્તમભાઈ શંકરભાઈ ના યજમાન પદે યજ્ઞ યોજાયો હતો.બપોરે ૧૨.૨૯ કલાકે પ્રજાપતિ બળવંતભાઈ કરશનભાઈના વરદ હસ્તે ધ્વજા રોહણ બાદ સાંજે ૪.૩૦ કલાકે શ્રીફળ હોમી યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી. કોતરવાડિયા પરિવારની કુંવાસીઓને સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા ભેટ પૂજા કરવામાં આવી હતી. રાજુભાઈ પ્રજાપતિ તથા બળવંતભાઈ પ્રજાપતિ તરફથી દુધ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા ગણપતભાઈ, નવીનભાઈ,નારણભાઈ, ભેમાભાઈ સહિત પરિવારના દરેક ભાઈઓએ અથાગ મહેનત કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા