વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ ,વાંસદા
દાખલો મેળવવા માટે મુશ્કેલીઓ પડે છે તે માટે બેઠક યોજાય હતી
વાંસદા મામલતદાર કચેરીએ તાલુકા સરપંચોએ જાતિના દાખલા માટે પડતી મુશ્કેલીને લઈ સોમવારે મામલતદાર તથા આયોજન સહ વિકાસ અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. વાંસદા તાલુકામાં હાલમાં શાળા-કોલેજોના પરિણામ આવી ગયા છે અને નવી શાળા તથા કોલેજોમાં એડમિશન માટે આદિજાતિ સમાજના અરજદારોએ આવક તથા જાતિના દાખલા લેવા માટે મામલતદાર તથા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં અરજદારો દાખલા લેવા માટે આવતા હોય છે. તેઓને જાતિના દાખલ કઢાવવા માટે અરજદારોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો છે. જાતિના દાખલા માટે એટલા કાગળો કરવા પડે કે અરજદાર પુરાવા એકત્રિત કરતા કરતા થાકી જાય છે. જેને લઇ સોમવારના રોજ મામલતદાર કચેરીમાં સરપંચ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલ તથા ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ સહિત સરપંચો હાજર રહી મામલતદાર તથા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી સાથે હેરાનગતિને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે. તમામ સરપંચોને ઉપસ્થિત રહી અધિકારીઓને પોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆત કરશે.