BANASKANTHAPALANPUR

જગાણા ગામના સરપંચ પ્રહલાદભાઈ પરમાર ની હેન્ડલૂમ વિવર્સ કો.ઓપરેટીવ ના પાંચ વર્ષ માટે પુનઃ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી.

5 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજ રોજ અમદાવાદ ખાતે ધી ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ વિવર્સ કો. ઓ. ફેડરેશન લી.ની 28 મી સાધારણ સભા તેમજ 5 વર્ષ માટેના હોદેદારો ની ચુંટણી યોજાઈ જેમા છેલ્લા 22 વર્ષથી ચેરમેન રહેલા વર્તમાન ચેરમેનજગાણા ગામના સરપંચ અને ભાજપ ના સીનીયર કાર્યકર્તા પ્રહલાદભાઈ પરમાર ની પાંચ વર્ષ માટે પુનઃ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી.તેમજ વાઇસ ચેરમેન તરીકે જામનગરના માજી ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી ની તેમજ સેક્રેટરી તરીકે વિનોદભાઈ રાઠોડ બોરસદ વાળા ની બિનહરીફ વરણી કરવા માં આવી. .. શાકોફ તરીકે ઓળખાતી આ ફેડરેશન એક સ્વાયત એપેક્સ ફેડરેશન છે દરેક જિલ્લા ઓ માંથી એક ડિરેક્ટર એવા 25 ડિરેક્ટર માંથી આ વરણીઓ કરવામાં આવી આવતી હોય છે ચૂંટાયા બાદ તમામે ફૂલહાર અને પેડા ખવરાવી મો મીઠું કરાવી. ને શુભ કામનાઓ પાઠવી. પ્રહલાદભાઈ પરમારે સતત ફરીવાર ચેરમેન તરીકે ચૂંટવા બદલ સૌનો આભાર વ્યક્ત કરેલ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button