
11 મેં વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર વિદ્યાથીઓને ઉચ્ચ કોટિનું શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરી ભવિષ્યને ઉન્નત બનાવવા ભગીરથ પ્રયાસો કરે છે. સંસ્થાના ભગીરથ પ્રયાસોની ફળશ્રુતિ રૂપે હાલમાં ગુ.મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ-2024 એસ.એસ.સી.ની પરીક્ષામાં આદર્શ વિદ્યાલય, વિસનગર શાળાના બેસ્ટ દસ વિદ્યાર્થીઓમાં રિધમ એમ. પ્રજાપતિ P.R.99.07 મેળવી પ્રથમ નંબર, રુદ્ર જે. પ્રજાપતિ P.R.98.90 મેળવી દ્વિતિય નંબર, વ્રજ કે. પંચાલ P.R.98.46 મેળવી તૃત્તિય નંબર, દીક્ષિત એચ. મકવાણા P.R.98.27 મેળવી ચોથો નંબર, પ્રિન્સ એ. પ્રજાપતિ P.R.98.17 મેળવી પાંચમો નંબર, અંશુલ વી.ચૌધરી P.R.96.90 મેળવી છઠ્ઠો નંબર, વેદાંત ડી.જોષી P.R.96.10 મેળવી સાતમો નંબર, ભક્તિ એચ.રામી P.R.94.92 મેળવી આઠમો, જાનવી જી.રાઠોડ P.R. 94.77 મેળવી નવમો નંબર તથા ઉન્નતિ પી.રાવલ P.R.94.61 મેળવી દશમો નંબર પ્રાપ્ત કરેલ છે.આમ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ-2024 એસ.એસ.સી.ની પરીક્ષામાં આદર્શ વિદ્યાલય, વિસનગર શાળામાં પ્રથમ દશ નંબર પ્રાપ્ત કરીને આદર્શ વિદ્યાલય, વિસનગરનું નામ રોશન કરી સફળતાના શિખરે પહોચાડવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી તથા આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ સ્ટાફ મિત્રોએ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ.