ઉમંગ ઉત્સવમાં જોડાવા માંગતી હોય તેવી સંસ્થાઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બનાસકાંઠા ખાતે અરજી કરવાની રહેશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ બાળકોને સંગીત (વિકલાંગ) નૃત્ય, નાટક તેમજ લોકકલા અને રાજયના પરંપરાગત અમૂલ્ય વારસા અંગે પ્રોત્સાહિત કરવા માટે ઉમંગ ઉત્સવ સ્પર્ધાનુ આયોજન કરવાનુ થાય છે. ઉમંગ ઉત્સવમાં સંગીત, નૃત્ય, નાટક અને સાહિત્ય ક્ષેત્રે ૦૭ થી ૧૨ વર્ષ સુધીના દિવ્યાંગ (વિકલાંગ) બાળકો માટે તથા ૦૭ થી ૧૫ વર્ષ સુધીના મંદ બુધ્ધિના બાળકો માટે તાલીમ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પ્રોત્સાહન પુરુ પાડવામા આવનાર છે જેમા પ્રદેશ કક્ષાએ આયોજન થનાર છે. જે સંસ્થા ઉમંગ ઉત્સવ ૨૦૨૩-૨૪ માં જોડાવા માંગતી હોય તેવી સંસ્થાઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બનાસકાંઠા જિલ્લા સેવા સદન ૨, એસ-૨૧ ખાતેથી અરજી ફોર્મ મેળવી જરૂરી વિગતો જોડીને જમા કરાવવાનુ રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુ છે.



