સ્વ.વજેરામભાઇ એમ. કોટક ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે રિહેન એચ મહેતા વિદ્યાલય, માંકડીમાં ફળ વિતરણ કરવામાં આવ્યું

15 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દાંતા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલી રિહેન એચ. મહેતા વિદ્યાલયના ધોરણ 9 થી 12 ના બાળકોને શ્રી વિજયભાઈ કોટક તરફથી ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.. શ્રી વિજયભાઈ કોટક નિયમિત રૂપે આદિજાતિ વિસ્તારના બાળકોની ચિંતા કરીને દર વર્ષે કોઈને કોઈ સ્વરૂપે મદદ પહોંચાડતા રહે છે.કોરોના સમયગાળા દરમિયાન દાંતા તાલુકાના આદિજાતિ વિસ્તારની માધ્યમિક શાળામાં બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ મળી રહે તેની ચિંતા કરીને શાળા માં કોમ્પ્યુટર સેટ અને તમામ ફર્નિચર દાન કરીને બાળકોને શ્રી વજેરામભાઈ કોટક કોમ્પ્યુટર સેન્ટરની ભેટ ધરી હતી..આજે સ્વ. વજેરામભાઈ કોટકની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર તરફથી પાલનપુર થી છેક દૂર શાળા સુધી રૂબરૂ આવીને તેમના પરિવારે બાળકોને ફળ વિતરણ કર્યું હતું તેમજ જરૂરિયાત મંડળ બાળકો માટે રૂ.15000/- નુ રોકડ દાન કર્યું હતું..આ નિમિત્તે સમગ્ર શાળા પરિવાર તરફથી સ્વ.શ્રી વજેરામ ભાઈ કોટક ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.



