સ્વસ્તિક બાલમંદિર” અને સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ ખાતે માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી

14 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ મા ભણતરની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે,જે અનુરૂપ આજરોજ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ મેસરા સ્વસ્તિક બાલમંદિર અને સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ માં આજરોજ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ તેમના માતા પિતાની પૂજન કરી માતા પિતાની પ્રદક્ષિણા કરી હતી અને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ના સ્લોગન થી પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખશ્રી આર.એમ પટેલ સાહેબ માધ્યમિક વિભાગના આચાર્યશ્રી મણીભાઈ સુથાર , મહેન્દ્રભાઈ પંચાલ , બાલમંદિર વિભાગનાં આચાર્ય દર્શનાબેન, ઇંગ્લિશ મીડિયમ ના આચાર્ય હેતલબેન રાવલ, વાલીશ્રીઓ સમગ્ર સ્ટાફગણ, તેમજ અમારા વ્હાલા નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમનું સમગ્ર માર્ગદર્શન સંસ્થાના પ્રમુખશ્રી આર. એમ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું.



