BANASKANTHAKANKREJ

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ માટે ભૂમિદાન અર્પણની જાહેરાત કરાઈ.

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને છાત્રાલય માટે એક વર્ષ અગાઉ મીટીંગનું આયોજન કરેલ જેમાં છાત્રાલય બનાવવા માટે યોગ્ય જમીનની તપાસ કરવી અને તેના માટે ભુમિદાતા બનવા સમાજના દાનશ્રેષ્ઠીઓને આહવાન કરવા છાત્રાલય માટે યોગ્ય જમીનની તપાસ કરતાં યોગ્ય જમીન દિયોદર-થરા રોડ ઉપર સુચિત જગ્યાનુ સુચન આવેલ હતી જેની અંદાજીત કીંમત એક કરોડ રૂપિયા આસપાસની હતી.તેના માટે કોઈ એક ભુમિદાતા ન મળતાં એક કરતાં વધુ ભુમિદાતા બનાવીને જમીન મેળવવી તેવુ વિચારી એક દાતા પાસેથી રૂપિયા ૧,૧૧,૧૧૧ /- ના એક દાતા તેવા ૧૦૧ દાતા બનાવવા તેવી વાત દાનશ્રેષ્ઠીઓ સમક્ષ મુકતાં લગભગ ૨૫ દાતાઓના નામ આવેલ આ બાબતની જાણ શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના દાનવીરદાતા કહી શકાય તેવા અને દિયોદર તાલુકાના રવેલના વતની વર્ષોથી ધંધાર્થે સુરતમાં સ્થાઈ થયેલ પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈ ને થતા તેઓએ મંત્રી રમેશભાઈ ને ટેલિફોનિક આમંત્રણ આપી સુપુત્ર દિલીપભાઈ,રોહિતભાઈ,જીતેન્દ્રભાઈ પુત્રવધુ આશાબેન,રેખાબેન, ભારતીબેન સુપુત્રી મનીષાબેન વિપુલકુમાર પ્રજાપતિની સાથે વિચાર વિમર્શ કરી પ્રજાપતિ સમાજને વખા ખાતે આવેલ પોતાની જમીનમાંથી બે વિઘા જમીન શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ૧૪ ભાઈઓ સ્વખર્ચે તા.૦૩/૦૨/૨૦૨૪ ને શનિવારના રોજ સુરત ખાતે પોતાના નિવાસ સ્થાને ગયેલ ત્યારે દુદાભાઈ જી. પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના ઉપપ્રમુખ પ્રજાપતિ મનસુખભાઈ કોલીવાડા,મંત્રી પ્રજાપતિ દિનેશભાઈ એકલવાની ઉપસ્થિતિમાં જમીન આપવાની જાહેરાત કરતા અઢળક શુભેચ્છાઓ અપાઈ રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button